દીપા મહેતાની ફની બૉય ફિલ્મ શા માટે નેટફ્લિક્સ ઇન્ડિયામાં રિલીઝ નથી થઈ?

05 January, 2021 06:09 PM IST  |  Mumbai | Nirali Dave

દીપા મહેતાની ફની બૉય ફિલ્મ શા માટે નેટફ્લિક્સ ઇન્ડિયામાં રિલીઝ નથી થઈ?

ફની બૉય

‘અર્થ’, ‘ફાયર’ અને ‘વૉટર’ ટ્રાયોલૉજી ફિલ્મ માટે જાણીતાં ઇન્ડો-કૅનેડિયન ફિલ્મમેકર દીપા મહેતાએ ‘ફની બૉય’ નામની ફિલ્મ બનાવી છે જે શ્યામ સેલ્વાદુરાઈની નૉવેલ પરથી પ્રેરિત છે. ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન પામેલી ‘ફની બૉય’ ૧૦ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે, પણ ભારતમાં નહીં!

જોકે ફક્ત ભારત જ નહીં, બીજા પણ એવા દેશો છે જ્યાંના નેટફ્લિક્સ પર આ ફિલ્મ મૂકવામાં નથી આવી. આ પ્લૅટફૉર્મ પાસે ફક્ત અમુક દેશોમાં જ ફિલ્મ રિલીઝ કરવાનું લાઇસન્સ છે, જેનું કારણ ફિલ્મ સાથે જોડાયેલા

વિવાદ હોઈ શકે છે. ૧૯૮૩ના શ્રીલંકન સિવિલ વૉરનું બૅકડ્રૉપ ધરાવતી

‘ફની બૉય’માં તામિલ અને સિંહાલીઝ વચ્ચેના તણાવ દરમ્યાન એક હોમોસેક્સ્યુઅલ યુવકના અનુભવની વાત છે. ફિલ્મનો વિષય અને એમાં ચોક્કસ કમ્યુનિટીની વાત હોવાથી વિવાદ નોતરે એ શક્ય છે એટલે આ ફિલ્મ ડિજિટલી અવેલેબલ નથી. ઉલ્લેખનીય છે કે મીરા નાયરની ‘અ સૂટેબલ બૉય’ નેટફ્લિક્સ પર રિલીઝ થતાં એનો વિરોધ શરૂ થયો છે.

‘ફની બૉય’ને ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે કૅનેડા તરફથી બેસ્ટ ફીચર ફિલ્મની કૅટેગરીમાં મૂકવામાં આવી હતી, પણ એમાં ૫૦ ટકાથી વધુ અંગ્રેજી ડાયલૉગ્સ હોવાને કારણે એને રિજેક્ટ કરવામાં આવી હતી.

entertainment news bollywood