મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે દાવોસમાં સન્માનિત કરવામાં આવી દીપિકાને

22 January, 2020 01:19 PM IST  |  Davos

મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે દાવોસમાં સન્માનિત કરવામાં આવી દીપિકાને

દીપિકા પાદુકોણ

મેન્ટલ હૅલ્થ અવેરનેસ માટે દીપિકા પાદુકોણને સ્વીટ્ઝરલૅન્ડના દાવોસમાં યોજાયેલી વર્લડ ઇકોનોમિક ફોરમમાં સન્માનિત કરવામાં આવી છે. દીપિકાએ ડિપ્રેશનમાંથી બહાર નીકળ્યા બાદ એ વિશે લોકોમાં જાગરૂક્તા ફેલાવી છે અને તે ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશન દ્વારા લોકોને મદદ પણ કરી રહી છે. આ માટે તેને ક્રિસ્ટલ અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ વિશે દીપિકાએ કહ્યું હતું કે ‘ડિપ્રેશનમાંથી બહાર આવતી વખતે મારી મુસાફરીમાં મેં એ જોયું છે કે આ વિશે ઘણી ખોટી માન્યતાઓ જોડાયેલી છે અને લોકોને એ વિશે માહિતી પણ નથી. આથી મેં નક્કી કર્યું હતું કે મારે મારી લાઇફમાં એક વ્યક્તિને તો ડિપ્રેશનમાંથી બચાવવી જ છે. એ નક્કી કર્યા બાદ મારા ડિપ્રેશન વિશે જાહેરમાં વાત કરીને ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશન શરૂ કરવાની મને પ્રેરણા મળી હતી.’

આ પણ વાંચો : વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો પંગા કિંગ છે : કંગના રનોટ

સલમાન સાથે કામ કરવા માટે યોગ્ય સ્ક્રિપ્ટ મળે એની રાહ જોઈ રહી છે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણનું કહેવું છે કે તેને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવા માટે યોગ્ય સ્ક્રિપ્ટ મળે એની રાહ જોઈ રહી છે. સલમાન સાથે કામ કરવાને લઈને પણ દીપિકાએ કહ્યું હતું કે ‘અમારા ફૅન્સ હંમેશાં એ જાણવા માટે ઉત્સાહિત હોય છે કે શું અમે સાથે કામ કરી રહ્યા છીએ અથવા તો અમે ક્યારે સાથે ફિલ્મમાં કામ કરીશું. હું ખરેખર તેમની સાથે કામ કરવા માગું છું. જોકે અમારા બન્ને માટે એ પણ જરૂરી છે કે યોગ્ય ફિલ્મ માટે અમે સાથે કામ કરીએ. આપણે સલમાનને હંમેશાં એક ચોક્કસ પ્રકારની ફિલ્મમાં કામ કરતા જોયા છે. હું ‘હમ દિલ દે ચુકે સનમ’ની મોટી ફૅન છું. મારી ઇચ્છા છે કે તેઓ એવા જ પ્રકારનાં રોલમાં અથવા તો અલગ પાત્ર ભજવતા જોવા મળે. એથી મારા માટે યોગ્ય સ્ક્રિપ્ટ ખૂબ અગત્યની છે. હાલમાં તો અમને એવી કોઈ પણ ફિલ્મ ઑફર નથી કરવામાં આવી, પરંતુ મને તેમની સાથે ફિલ્મમાં કામ કરવું ગમશે.’

deepika padukone bollywood news