વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો પંગા કિંગ છે : કંગના રનોટ

Published: 22nd January, 2020 13:04 IST | Mumbai

કંગના રનોટનું કહેવું છે કે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો એકદમ નિડર પ્લેયર છે.

કંગના રનોટ અને વિરાટ કોહલી
કંગના રનોટ અને વિરાટ કોહલી

કંગના રનોટનું કહેવું છે કે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો એકદમ નિડર પ્લેયર છે. બૉલીવુડમાં કંગનાની ઓળખ ફિયરલેસ ઍક્ટ્રેસ તરીકેની છે અને તેનું માનવું છે કે ક્રિકેટમાં તેના જેવી વ્યક્તિ કોઈ હોય તો એ વિરાટ છે. વિરાટ તેની ટીમ સાથે હાલમાં ન્યુ ઝીલૅન્ડની ટૂર માટે ઊપડી ગયો છે. કંગના તેની ફિલ્મ ‘પંગા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કોહલી વિશે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું પંગા ક્વીન છું, પરંતુ ટીમ ઇન્ડિયાનો પંગા કિંગ હોય તો એ વિરાટ કોહલી છે. તે ફિયરલેસ છે અને તેની સામે કોઈ પણ ચૅલેન્જ આવે તે હંમેશાં તૈયાર રહે છે. આ વખતે અમે બન્ને એક જ દિવસે ‘પંગા’ લેવા જઈ રહ્યાં છીએ. હું થિયેટર્સમાં લઈશ અને તે ન્યુ ઝીલૅન્ડમાં જઈને ત્યાંની ટીમ સાથે લેશે. આ જોવાની ખૂબ જ મજા આવશે.’

કંગનાની ‘પંગા’ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે અને ઇન્ડિયા પહેલી ટી૨૦ એ જ દિવસથી રમવાનું શરૂ કરશે.

રંગોલીની ટ્રીટમેન્ટ માટે પસંદ ના હોય એવા પાત્રો મેં ભજવ્યા હતાં : કંગના રનોટ

કંગના રનોટે જણાવ્યું હતું કે તેની બહેન રંગોલી ચંડેલ પર થયેલા ઍસિડ-અટૅક માટે સારામાં સારા સર્જન પાસે ટ્રીટમેન્ટ કરાવી શકાય એ માટે તેણે અયોગ્ય અને પસંદ ના હોય એવા રોલ ભજવ્યા હતાં. કંગના પોતાનાં બિન્દાસ ઍટિટ્યુડને કારણે પણ ખાસ્સી જાણીતી છે. રંગોલી સાથે ઘટેલી ઘટનાને યાદ કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું માત્ર ૧૯ વર્ષની જ હતી. એક ઉજ્જવળ કરીઅર બનાવવાનાં સપનાં જોઈ રહી હતી. એ વખતે મારી બહેન પર આ અટૅક કરવામાં આવ્યો હતો. એ નિર્દયી ઘટનાનો સામનો કરવો એ સમયે ખૂબ જ લાંબો અને ભારે સ્ટ્રગલથી ભરેલો હતો. સાથે જ એમાં ફાયનાન્શ્યિલી પણ ખૂબ અડચણો આવી હતી. મારી આસપાસની છોકરીઓ પણ મારા ખરાબ વાળને કારણે અથવા તો મારુ જમવાનું સારુ ન હોવાથી ઉદાસ રહેતી હતી. હું વાસ્તવિકતાથી લડી રહી હતી અને મારી પાસે હાથ પર હાથ ધરીને બેસવાનો અથવા તો રડવાનો સમય પણ નહોતો. મારી બહેનને ઇન્ડિયાના બેસ્ટ સર્જન પાસે ટ્રીટમેન્ટ કરાવી શકાય એ માટે મેં પસંદ ન હોવા છતાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મેં એવા પાત્રો ભજવ્યા છે જે મારા લાયક નહોતા અને નાનકડી ભૂમિકાઓ પણ ભજવી હતી.’

પોતાની સ્ટ્રગલનાં દિવસોને યાદ કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું ખરાબ લોકોની સંગતમાં ફસાઈ ગઈ હતી. ખરુ કહું તો હું એકલી છું અને મારા પેરન્ટ્સ પર નિર્ભર નથી એ જાણીને કેટલાક લોકોએ મારો ગેરફાયદો લીધો હતો. આ કારણે મારે ખૂબ કડવા અનુભવો પણ થયા હતાં. જોકે એના કારણે આજે હું એકદમ સ્ટ્રૉન્ગ છું. હું નથી ચાહતી કે મારા બાળકો પણ આવા કપરા સમયમાંથી પસાર થાય. મારી ઇચ્છા છે કે હું તેમની પડખે રહું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK