‘ડાર્લિંગ્સ’ પાંચ ઑગસ્ટે થશે સ્ટ્રીમ

06 July, 2022 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ડાર્ક કૉમેડી ‘ડાર્લિંગ્સ’ને પાંચ ઑગસ્ટે ​નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

‘ડાર્લિંગ્સ’ પાંચ ઑગસ્ટે થશે સ્ટ્રીમ

આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ડાર્ક કૉમેડી ‘ડાર્લિંગ્સ’ને પાંચ ઑગસ્ટે ​નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેણે આ ફિલ્મને શાહરુખ ખાન સાથે મળીને પ્રોડ્યુસ કરી છે, જેને ડેબ્યુટાન્ટ ડિરેક્ટર જસ્મિત કે. રીને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં આલિયાની સાથે શેફાલી શાહ, વિજય વર્મા, રોશન મૅથ્યુ અને વિજય મોર્યા જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર ગઈ કાલે શૅર કરવામાં આવ્યું છે જેમાં પાત્રોને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મમાં મમ્મી-દીકરીની સ્ટોરી કરવામાં આવી છે જેઓ મુંબઈમાં પોતાને સેટલ કરવા માગતાં હોય છે.

bollywood news alia bhatt