ડૅડીએ દબંગ 3ને લઈને ચિંતા છોડી દેવાની સલાહ મને આપી છે : સલમાન

03 December, 2019 10:46 AM IST  |  Mumbai

ડૅડીએ દબંગ 3ને લઈને ચિંતા છોડી દેવાની સલાહ મને આપી છે : સલમાન

સલમાન ખાન અને સલીમ ખાન

સલમાન ખાનનું કહેવું છે કે તેના પપ્પા સલીમ ખાને તેને ‘દબંગ 3’ને લઈને ચિંતા ન કરવાની સલાહ આપી છે. ૨૦મી ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાનની સાથે જ સોનાક્ષી સિંહા, સઈ માંજરેકર અને અરબાઝ ખાન લીડ રોલમાં છે. ફિલ્મ વિશે સલીમ ખાને આપેલી સલાહ વિશે સલમાને કહ્યું હતું કે ‘મારા ડૅડી અમારી ફિલ્મને લઈને સૌથી મોટા ક્રિટીક છે. અમારી ફિલ્મ વિશે હંમેશાં તેઓ તરત કહે છે કે બેટા ફિલ્મ હવે ચાલી ગઈ છે, એનાં વિશે ભુલી જાવ. આ જ શબ્દો તેમણે અમારી ‘દબંગ 3’ માટે કહ્યાં છે. જોકે એ સકારાત્મક રીતે કહ્યાં છે. તેમણે કહ્યું કે ફિલ્મને લઈને વધુ સ્ટ્રેસ ના લો. એને ભુલી જાવ. ફિલ્મની સફળતાને તમારા દિમાગ પર હાવી ના થવા દો અને આગામી ફિલ્મ માટે સખત મહેનત કરો.’

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

‘દબંગ 3’ હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થવાની છે. સલમાને આ ફિલ્મનાં તમિલ વર્ઝનનાં ટ્રેલરનું ડબિંગ કર્યું હતું. એનાં પર પ્રભુદેવાનું શું રિએક્શન હતું એ જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘મેં તમિલનાં ટ્રેલરને ડબ કર્યું હતું. મેં એને પ્રભુદેવાને દેખાડ્યું હતું. તેમણે સાંભળ્યું અને કહ્યું કે સર, તમે કઈ ભાષામાં બોલી રહ્યા છો? પ્રભુ દેવાએ તમિલ વર્ઝન માટે સારા ડબિંગ આર્ટિસ્ટ લઈને આવશે એવું સૂચન આપ્યું હતું. જોકે મેં તેમને કહ્યું કે મને એકવાર પ્રયાસ તો કરવા દો. તો પ્રભુ દેવાનું કહેવું હતું કે હું ફક્ત હિન્દી ડબિંગ પર જ ધ્યાન આપું. જોકે આ ફિલ્મ તમિલ, તેલુગુ અને કન્નડમાં પણ રિલીઝ થવાની છે.’

Salman Khan salim khan dabangg 3