દીકરી સોનમની ઍક્ટિંગની ભરપૂર પ્રશંસા કરી અનિલ કપૂરે

26 December, 2018 07:11 PM IST  | 

દીકરી સોનમની ઍક્ટિંગની ભરપૂર પ્રશંસા કરી અનિલ કપૂરે

અનિલ કપૂર સંગ સોનમ કપૂર

અનિલ કપૂરની એવી ઇચ્છા છે કે જો તે ફિલ્મ ડિરેક્શનમાં પદાર્પણ કરશે તો એમાં સોનમને લીડ રોલ આપશે. સોનમ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘આ ખૂબ જ અદ્ભુત રહ્યું. તેણે મને હંમેશાં એક કલાકાર તરીકે આર્યમાં મૂક્યો છે.

હું જ્યારે તેને સેટ પર જોઉં છું અને ઑન-સ્ક્રીન જોઉં છું, દરેક વખતે તે મને તદ્દન અલગ લાગે છે. મારા મતે એક ખરા કલાકારની આ જ વિશેષતા છે. આ વર્ષ ખૂબ જ સારું નીવડ્યું અને મને લાગે છે કે આવનાર ૨૦૧૯ પણ સારું જ રહેવાનું છે.’

bollywood news anil kapoor sonam kapoor