Dabangg 3: સામે આવ્યો સઈ માંજરેકરનો લૂક, સલમાને કહ્યું આ...

22 October, 2019 07:59 PM IST  |  મુંબઈ ડેસ્ક

Dabangg 3: સામે આવ્યો સઈ માંજરેકરનો લૂક, સલમાને કહ્યું આ...

ચાહકો સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાલે બુધવારે ફિલ્મનું ટ્રેલર આવવાનું છે. આ પેહલા સતત ફિલ્મને લઈને રસપ્રદ બાબતો સામે આવી રહી છે. આજે સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દબંગ 3ની અભિનેત્રી સઇ માંજરેકરનો ફર્સ્ટ લૂક શૅર કર્યો છે. સઈ દબંગથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે અને તે નિર્દેશક મહેશ માંજરેકરની દીકરી છે.

ચુલબુલ પાંડેના અંદાજમાં સઇનો કરાવ્યો પરિચય
સલમાન ખાને સઈ માંજરેકરને ચુલબુલ પાંડે (દબંગ 3માંના સલમાનનું પાત્ર)વાળા અંદાજમાં સઇનો પરિચય કરાવ્યો છે. સલમાન ખાને લખ્યું કે, "ઇ હૈં બેબી ખુશી, સીધી-સાદી અતિ સુંદર. અબ ઇનકી ખુશી કે લિએ હમ કિસી કો ભી દુખી કર સકતે હૈં." સઈના આ ઇન્ટ્રોડક્શનથી સ્પષ્ટ નથી થતું કે ફિલ્મમાં તેનું પાત્ર શું હશે. શું તે ફિલ્મમાં ચુલબુલ પાંડે કે રજ્જોની દીકરીનું પાત્ર ભજવશે કે કોઇ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે, જે ચુલબુલ પાંડેના જીવનમાં ટ્વિસ્ટ લાવશે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

કાલે એટલે કે 23 ઑક્ટોબરે લૉન્ચ થશે ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર મુંબઇમાં 23 ઑક્ટોબરે લૉન્ચ કરવામાં આવશે. સાથે જ દેશના નવ અન્ય શહેરોમાં પણ ટ્રેલર લૉન્ચ થશે, જેમાં દિલ્હી, લખનઉ, જયપુર, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ અને ઇન્દોર સામેલ છે. આ લૉન્ચ દરમિયાન ચાહકોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સલમાન ખાન સાથે વાતચીત કરવાની તક મળશે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર, પ્રમોદ ખન્ના અને અરબાઝ ખાન મુખ્ય ભૂમિકા ભજવે છે. દબંગ-3 ક્રિસમસ પહેલા 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

mahesh manjrekar dabangg 3 Salman Khan arbaaz khan bollywood bollywood news bollywood gossips