દબંગ 3ના મોશન પોસ્ટરમાં થયું રીલિઝ, 100 દિવસ પછી રીલિઝ થશે ફિલ્મ

11 September, 2019 12:59 PM IST  |  મુંબઈ

દબંગ 3ના મોશન પોસ્ટરમાં થયું રીલિઝ, 100 દિવસ પછી રીલિઝ થશે ફિલ્મ

જુઓ સલમાન ખાનનો દબંગ અંદાજ...

ભાઈજાનની અપકમિંગ ફિલ્મ દબંગ થ્રી, કે જેનો લોકોને ખૂબ જ ઈંતઝાર છે તેનું મોશન પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. આ મોશન પોસ્ટરમાં સલમાન ખાન દબંગ સ્ટાઈલમાં ચાલતા નજર આવી રહ્યા છે સાથે ફિલ્મનું ટાઈટલ મ્યુઝિક સાંભળવા મળી રહ્યું છે. ભાઈજાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કર્યું છે જેની સાથે તેમણે ચાહકોને સ્વાગત કરવા માટે કહ્યું છે.


પોસ્ટર શેર કરતા સલમાન ખાને લખ્યું કે, આવી રહ્યા છે ચુલબુલ રૉબિન હુડ પાંડે..ઠીક 100 દિવસ પછી. સ્વાગત તો કરો અમારું! ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર હિન્દી જ નહીં પરંતુ તમિલ, તેલુગૂ અને કન્નડ ભાષામાં પણ રીલિઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દબંગ 3 હિંદીની સિવાય 3 અન્ય ભાષાઓમાં રિલીઝ થશે. જે તમિલ, તેલુગૂ, કન્નડ છે.

આ પણ જુઓઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ

જણાવી દઈએ કે 'દબંગ 3', 'દબંગ' સીરીઝની ત્રીજી ફિલ્મ છે. વર્ષ 2010માં રીલિઝ થયેલી દબંગના ડાયરેક્ટર અભિનવ કશ્યપ હતા. જ્યારે તેના પછી ચાર 2012 વર્ષમાં રીલિઝ થયેલી દબંગ 2ના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર અરબાઝ ખાન હતા. ત્યાં જ દબંગ 3ના ડાયરેક્ટર પ્રભુદેવા છે. જ્યારે પ્રોડ્યૂસર અરબાઝ અને સલમાન પોતે છે. દબંગ સીરિઝની બંને ફિલ્મોમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હવે દબંગ 3માં પણ ચુલબુલ પાંડે અને રજ્જોની જોડી નજર આવવામાં આવી હતી. એ સિવાય અરબાઝ આ વખતે પણ ફિલ્મમાં નજર આવશે. દબંગ 3થી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

Salman Khan bollywood news