Dabangg 3: સલમાન ખાન અને આ એક્ટર વચ્ચે થશે લડાઈ, આવો છે વિલનનો લૂક

08 October, 2019 05:44 PM IST  |  મુંબઈ

Dabangg 3: સલમાન ખાન અને આ એક્ટર વચ્ચે થશે લડાઈ, આવો છે વિલનનો લૂક

દબંગ 3

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન દબંગ-3ના પ્રમોશનમાં જોડાયેલા છે અને આ ક્રમમાં તેમણે ટ્વિટર પર પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે કરી લીધું છે. દબંગ-3 સ્ટાર સલમાન ખાન પહેલા પોતાના ચુલબુલ પાંડેના લૂક વિશે સૌને જણાવ્યું અને હવે ફિલ્મમાં પોતાના વિલન વિશે જણાવ્યું છે. ફિલ્મમાં વિલનના કિરદાર નિભાવી રહ્યા છે સુદીપ કિચ્ચા, જેનો લૂક સલમાન ખાને શેર કર્યો છે.


ફિલ્મમાં સુદીપ કિચ્ચાની સામે ખુંખાર વિલન બનાવાનો પ્રયાસ કરશે. ત્યાં જ સલમાને શેર કરેલી ફોટોમાં તે સૂટ પહેરેલા જોવા મળી રહ્યા છે અને તેમના બેકગ્રાઉન્ડમાં આગ લાગવાનો સીન છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર સુદીપનો ફર્સ્ટ લૂક શેર કરતા લખ્યું છે કે,  વિલન જેટલો મોટો હોય એટલી જ તેની સાથે ભીડવામાં મજા આવે છે. રજૂ છે દબંગ 3ના બલ્લીના રૂપમાં સુદીપ કિચ્ચા.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

બદલી નાખ્યું છે નામ
સલમાન ખાન પોતાની ફિલ્મ માટે ચુલબુલ પાંડેને પ્રમોટ કરી રહ્યા છે અને તેમણે પોતાનું નામ પણ સલમાન ખાનના સ્થાને ચુલબુલ પાંડે કરી લીધો છે. તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે ચુલબુલ પાંડેના લૂકને બતાવી રહ્યા છે, તેમણે અલગ અલગ ઈવેન્ટમાં ફિલ્મના પ્રમોશનનું કામ શરૂ કરી દીધું છે.

Salman Khan dabangg 3