Dabangg 3: સલમાન ખાન સાથે સઈ માંજરેકરની બાળપણની ક્યૂટ તસવીર થઈ વાયરલ

06 December, 2019 04:07 PM IST  |  Mumbai

Dabangg 3: સલમાન ખાન સાથે સઈ માંજરેકરની બાળપણની ક્યૂટ તસવીર થઈ વાયરલ

સલમાન ખાન સાથે સઈ માંજરેકરની બાળપણની ક્યૂટ તસવીર

બૉલીવુડના ભાઈજાન સલમાન ખાન જલદી જ પોતાના ચાહકો માટે ફિલ્મ 'દબંગ 3' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સ્ક્રીન પર સઈ માંજરેકર રોમાન્સ કરતી નજર આવશે. દબંગ 3નું ટ્રેલર અને એના જબરદસ્ત સૉન્ગ બાદ સઈ માંજરેકરની બાળપણની તસવીર હાલ ઘણી ચર્ચામાં છે જેમા તે સલમાન ખાન સાથે ફૅન મૂમેન્ટ એન્જોય કરતી નજર આવી રહી છે.

ફિલ્મ દબંગ 3માં સલમાન ખાન પોતાની ઉંમરથી 33 વર્ષ નાની સઈ માંજરેકર સાથે રોમાન્સ કરતા નજર આવવાની છે. આ ફિલ્મમાં સુંદર કેમિસ્ટ્રી શૅર કરી રહેલા બન્ને સ્ટાર્સની એક ક્યૂટ તસવીર સામે આવી છે જેમાં એમની વચ્ચેનો વયનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ તસવીર સામે આવવા પર દબંગ 3 એક્ટ્રસ સઈએ આ તસવીરની હકીકત જણાવી છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર સઈએ જણાવ્યું કે એના પિતા સંજય માંજરેકર એકવાર સલમાન ખાનથી મળવા એમના ઘરે ગયા હતા, તે પણ સલમાન ખાનને મળવા માંગતી હતી એટલે પિતા સાથે તે પણ સલમાન ખાનના ઘરે ગઈ હતી, જ્યારે સલમાન એને મળ્યા ત્યારની આ તસવીર છે.

વધુમાં સઈએ જણાવ્યું કે એને સલમાનના ઘરે પહોંચીને ભૂખ લાગી હતી ત્યારે સલમાનને એને ઘણી બધી ચૉકલેટ્સ પણ આપી હતી, સલમાન ખાન દ્વારા આપવામાં આવેલી ચોકલેટ્સના કવર પણ સઈએ ઘણા વર્ષો સુધી સંભાળીને રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર સલમાન ખાનના ઘરની છે જેમાં નાની ક્યૂટ સઈ પોતાના ફેવરેટ એક્ટર સલમાન ખાન સાથે ઘણી ખુશ નજર આવી રહી છે. આ તસવીરમાં સલમાન ખાન પણ ઘણા યંગ નજર આવી રહ્યા છે.

આ પણ વાંચો : પટૌડી પૅલેસમાં કરીના, સૈફ, સોહા અને કુણાલનો જુઓ રૉયલ અંદાજ

20 ડિસેમ્બરે રિલીઝ થનારી દબંગ 3ને પ્રભુ દેવા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સોનાક્ષી સિન્હા સિવાય સઈ માંજરેકર, અરબાઝ ખાન અને અમોલ ગુપ્તે પણ મહત્વનો રોલ ભજવતા નજર આવશે.

dabangg 3 Salman Khan bollywood news entertaintment arbaaz khan sonakshi sinha