વિકી કૌશલ, રાજકુમાર રાવ સહિતનાં સેલેબ્ઝ રહે છે એ બિલ્ડિંગ સીલ કરાયું

21 April, 2020 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિકી કૌશલ, રાજકુમાર રાવ સહિતનાં સેલેબ્ઝ રહે છે એ બિલ્ડિંગ સીલ કરાયું

ઘણાં અભિનેતાઓ રહે છે આ સંકુલમાં

એક્ટર વિકી કૌશલ અને રાજકુમાર રાવ જે બિલ્ડિંગમાં રહે છે તેને આજે સીલ કરી દેવામાં આવી છે. સામે આવી રહેલા રિપોર્ટ મુજબ આ હાઉસિંગ સોસાયટીના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો છે. ઓબેરોય મેન્શન નામની આ સોસાયટીમાં વિકી અને રાજકુમાર રાવ ઉપરાંત ચિત્રાંગદા સિંહ, પ્રભુદેવા સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ રહે છે.

સ્પૉટબૉયઝના રિપોર્ટ મુજબ, આ હાઉસિંગ સોસાફટીની C વિંગમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વિંગમાં એક ડૉક્ટરની 11 વર્ષની દીકરી કોરોના પોઝટિવ હોવાનું સામે આવ્યું છે. જોકે એ વાતની અધિકૃત પુષ્ટિ નથી થઈ કે શું અંધેરીની આ હાઈરાઇઝ બિલ્ડિંગને સમગ્રપણે બ્લૉક કરી દેવામાં આવી છે કે નહીં, પરંતુ C-વિંગને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગની C-વિંગમાં અર્જન બાજવા, ચિત્રાંવદા સિંહ, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, ચાહત ખન્ના અને પ્રભુ દેવા જેવા સ્ટાર્સ રહે છે. બાજવાએ સ્પૉટબૉયને જણાવ્યું કે, અત્યારે અમે લિફ્ટનો ઉપયોગ પણ ટાળી રહ્યા છીએ, આ ઉપરાંત A અને B વિંગને પણ સમગ્રપણે ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવી છે.
મળતી જાણકારી મુજબ, BMCએ આ સમગ્ર વિસ્તારને ઘણી સારી રીતે સેનેટાઇઝ કર્યો છે અને ત્યાંના લોકોને કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચાવવા માટે સલાહ આપવામાં આવી રહી છે.

covid19 coronavirus rajkummar rao vicky kaushal