પીએમ-કૅર્સ ફન્ડમાં સાજિદ નડિયાદવાલાએ કર્યું દાન

08 April, 2020 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએમ-કૅર્સ ફન્ડમાં સાજિદ નડિયાદવાલાએ કર્યું દાન

સાજિદ નડિયાદવાલા

કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં લૉકડાઉન છે અને એથી સાજિદ નડિયાદવાલાએ પણ પીએમ-કૅર્સ ફન્ડમાં દાન કર્યું છે. સાજિદ નડિયાદવાલાએ સરકારને મદદ કરવાની સાથે રોજિંદું કામ કરનારા લોકોની પણ ધ્યાન રાખવાનું બીડું ઉપાડ્યું છે. નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇનમેન્ટ અને નડિયાદવાલા ગ્રૅન્ડસન ફાઉન્ડેશન દ્વારા પીએમ-કૅર્સ ફન્ડ અને ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં દાન કર્યું છે. લૉકડાઉનને કારણે તમામ શૂટિંગ બંધ છે. આથી તેમણે મોશન પિક્ચર્સ અને ટીવી પ્રોડ્યુસર્સ વેલ્ફેર ટ્રસ્ટમાં પણ દાન કર્યું છે. તેમણે ભૈરવ સેવા સમિતિમાં પણ દાન કર્યું છે જેથી ગરીબ લોકોને મદદ મળી રહે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી વેલ્ફેર ટ્રસ્ટમાં દાન કરવાની સાથે તેણે નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલા રોજિંદું કામ કરનાર વ્યક્તિને દસ-દસ હજાર રૂપિયા બોનસ તરીકે આપ્યા છે જેથી તેઓ પણ પીએમ-કૅર્સ ફન્ડમાં દાન કરી શકે. આ સાથે જ નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇનમેન્ટના ૪૦૦ કર્મચારીઓને પણ બોનસ આપવામાં આવ્યું છે જેથી તેઓ પણ પોતાની રીતે પીએમ-કૅર્સ ફન્ડમાં દાન કરી શકે.

sajid nadiadwala bollywood news entertainment news