I for India Concert: સ્ટાર્સે કર્યું પરફોર્મ, શાહરૂખાને જીત્યું દિલ

04 May, 2020 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

I for India Concert: સ્ટાર્સે કર્યું પરફોર્મ, શાહરૂખાને જીત્યું દિલ

ભારતનો સૌથી મોટો વર્ચ્યુઅલ કોન્સર્ટ ‘I for India’ ગઇ કાલે સાંજે ફેસબૂક પર યોજાયો અને 85 સેલિબ્રિટીઝે પોતાના પરફોર્મન્સિઝથી વિશ્વભરમાં ચાહકોને એન્ટરેટઇન કર્યા.

 

ભારતનો સૌથી મોટો વર્ચ્યુઅલ કોન્સર્ટ ‘I for India’ ગઇ કાલે સાંજે ફેસબૂક પર યોજાયો અને 85 સેલિબ્રિટીઝે પોતાના પરફોર્મન્સિઝથી વિશ્વભરમાં ચાહકોને એન્ટરેટઇન કર્યા. 3જી મે એ સાજે સાડા સાતે આઇ ફોર ઇન્ડિયા કોન્સર્ટ યોજાઇ અને તેમાંથી જે પણ ફંડ એકઠું થયું હશે તે આખી રકમ ગિવ ઇન્ડિયા દ્વારા બનાવાયેલા ઇન્ડિયા કોવિડ રિસન્પોન્સ ફંડમાં અપાશે. વિવિધ સેલિબ્રિટિઝે આ માટે લોકોને દાનની અપીલ પણ કરી હતી. બૉલીવૂડમાંથી પ્રિયંકા ચોપરા, કૈટરિના કૈફ, કરણ જૌહર, ફરહાન અખ્તર, શાહરૂખ ખાન. હ્રિતિક રોશન, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ વગેરેએ ભાગ લીધો હતો તો હૉલીવૂડનાં વિલ સ્મિથ, રસેટ પિટર્સ, સોફી ટર્નરે પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

 શાહરૂખ ખાને તો આ કોન્સર્ટ માટે ગીત ગાયું અને એમાં સાથે દીકરો અબરામ પણ જોડાય છે. તોફાની અદામાં ગાયેલા આ ગીતમાં મજાનો સંદેશ છે જેમાં શાહરૂખ કહે છે કે બધું અંતે તો બરાબર થઇ જ જશે.

 ટાઇગર શ્રોફે પણ આઇ ફોર ઇન્ડિયા કોન્સર્ટ માટે ગાયું

 તો હ્રિતિક રોશને ફંડ રેઝર માટે પિયાનો વગાડ્યો

આયુષ્માન ખુરાનાએ ગાયું આ ગીત..આપ્યો સંદેશ

 પ્રિયંકા ચોપરાએ કહ્યું આ..

અરજીત સિંઘે ગાયું આ ગીત..

અહીં જોઇ શકો છો તમે કોન્સર્ટમાં કોણે શું પરફોર્મ કર્યું..

તમામ સેલિબ્રિટીઝે પોતાનું મન મુકીને પરફોર્મ કર્યું, મનની વાત લોકો સુધી પહોંચાડી અને વિવિધ સંદેશા આપ્યા.

bollywood news bollywood events Shah Rukh Khan abhishek bachchan aishwarya rai bachchan madhuri dixit ar rahman aamir khan arijit singh