કોરોનાના સંકટમાં આર્થિક સહાય નથી કરતા: ટ્રોલ્સનો જવાબ આપ્યો બીગ બી એ

03 April, 2020 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના સંકટમાં આર્થિક સહાય નથી કરતા: ટ્રોલ્સનો જવાબ આપ્યો બીગ બી એ

અમિતાભ બચ્ચન

કોરાન વાયરસ (COVID-19)ને લીધે અત્યારે દેશની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. લૉકડાઉનને લીધે કામ-ધંધા ચોપટ થઈ ગયા છે. એટલે સામાન્ય માણસથી લઈને સેલેબ્ઝ, સ્પોર્ટ સ્ટાર્સ, રાજકારણીઓ બધા જ મદદ PM Cares Fund માં કે અન્ય કોઈ માર્ગે પણ સહાય કરી રહ્યાં છે. બોલિવુડમાંથી અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગન, રિતિક રોશન, શાહરૂખ ખાન જેવા અનેક સ્ટારે મોટી રકમ દાન કરી છે. પરંતુ હજી સુધી મેઘાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા કોઈપણ પ્રકારની સહાય કરવામાં આવી હોય તેવી માહિતિ ન હોવાથી લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં હતા. પરંતુ બધા જ ટ્રોલરને બીગ બીએ કડકડતો જવાબ આપી દીધો છે. તેમણે સોશ્યલ મિડિયા પર એક પોસ્ટમાં હકી દીધું હતું કે બોલવા વાળા તો બોલ્યા જ કરશે.

આ પણ વાંચો: કરણ જોહરના દિકરાએ કહ્યું કે અમિતાભ બચ્ચન કોરોના વાયરસને ભગાડી શકે છે

સોશ્યલ મિડિયા પર લોકો અમિતાભ બચ્ચનને સવાલ કરી રહ્યાં હતા કે તેઓ કોરોના વાયરસના સંકટમાં દેશની આર્થિક મદદ શા માટે નથી કરી રહ્યાં?  સતત થતા ટ્રોલનો જવાબ તેમણે એક કવિતા દ્વારા આપ્યો હતો. તેમણે3 લખ્યું હતું કે, 'બધાનું કામ છે બોલવાનુ, આપણું કામ છે કરવાનું. જો એ લોકો કરી શકત તો એમની પાસે બોલવાનો સમય ન હોત, બોલે એટલા માટે છે કારણકે કંઈ ન કરતા હોવાથી તેમની પાસે સમય હોય છે બોલવાનો. તેમનો સ્વભાવ ખરાબ નથી, હું તો તેની પ્રશંસા કરું છું. જો એ લોકો બોલત નહીં તો આપણને ખબર કઈ રીતે પડત કે આપણે કઈ કરી રહ્યાં છીએ.'

આ પોસ્ટથી અભિતાભ બચ્ચને ટ્રોલર્સને જવાબ આપી દીધો હતો કે તેમણે ગુપ્ત રીતે જે દાન કરવાનું હોય એ કરી જ લીધું છે. ટ્રોર્લસે અમિતાભના જુના-જુના પોસ્ટ પણ શેર કર્યા હતા જેમા તેમણે પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના ઘરવાળાઓની મદદ કરી હતી.

coronavirus covid19 bollywood bollywood news bollywood gossips entertainment news amitabh bachchan