Coronavirus Outbreak: ભુખ્યાને ભોજન આપવા અમિતાભ બચ્ચને લંબાવ્યા હાથ

06 April, 2020 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ભુખ્યાને ભોજન આપવા અમિતાભ બચ્ચને લંબાવ્યા હાથ

અમિતાભ બચ્ચન

કોરોના વાયરસ (COVID-19) મહામારી સામે લડવા માટે મેઘાસ્ટાર અમિતાભ બચ્ચન શા માટે PM Cares Fund માં ડોનેટ નથી કરી રહ્યાં તે બાબાતે સોશ્યલ મિડિયા પર તેમેન બહુ ટ્રોલ કરવામાં આવ્યા હતા. પણ બીગ બી ગુપ્ત દાન કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે. થોડાક દિવસ પહેલા જ તેમણે એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, બધાનું કામ છે બોલવાનુ, આપણું કામ છે કરવાનું. આવા સમયે મેઘા સ્ટારે જરૂરિયાતમંદોને ખોરાક મળે તે માટે 'હાજી અલી દરગાહ ટ્રસ્ટ' અને 'પીર મખદુમ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ' સાથે હાથ મિલાવ્યા છે. ટ્રસ્ટના માધ્યમથી દરરોજ 2000 ફુડ પેકેટ જરૂરિયાતમંદોને પહોચે તેનું ધ્યાન રાખવામાં અવી રહ્યું છે. તેમાંથી 200 પેકેટ હાજી અલી દરગાહ અને માહિમ દરગાહે જ્યારે બાકીના 1,800 પેકેટ બાબુલનાથ મંદિર, મીરા દાતાર દરગાહ, કોલસા બંદર, લોટસ કૉલોની વરલી અને તાતા મેમોરિયલ હૉસ્પિટલના પ્રાંગણમાં વહેચવામાં આવે છે.

જરૂરિયાતમંદો સુધી ફુડ પેકેટ્સ પહોચે તેની તકેદારી રાખવામાં આવે છે

'પીર મખદુમ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ'ના નુર પાર્કેરે કહ્યું હતું કે, અમારા સ્વંયસેવકો માસ્ક અને ગ્લોવ્સ પહેરીને સલામતીના પગલાઓનું ધ્યાન રાખે છે અને પછી પરિવારોના રાશન અથવા આધાર કાર્ડની તપાસ કરીને જ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. લોકો દૈનિક રાશનની અતુરતાથી રાહ જોતા હોય છે અને સાથે અમને અમારા કામમાં સહયોગ પણ આપે છે.

આ પણ વાંચો: કોરોનાના સંકટમાં આર્થિક સહાય નથી કરતા તેવા ટ્રોલ્સનો કડકડતો જવાબ આપ્યો બીગ બી એ

એટલું જ નહીં, અમિતાભ બચ્ચને ઑલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લૉઈઝ કન્ફેડરેશનના એક લાખ ડેઇલી વેજિસ વર્કર્સના પરિવારને એક મહિનાનું રૅશન આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં કોરોના વાઇરસને કારણે લોકોના જીવનનિર્વાહનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. એથી અનેક સેલિબ્રિટીઝ તેમની મદદ માટે આગળ આવી છે. અમિતાભ બચ્ચનની આ પહેલને સાથ આપવા સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સ આગળ આવ્યા છે. સાથે જ હાઇપર માર્કેટ્સ અને ગ્રોસરી સ્ટોર્સની ભાગીદારીથી એમની બારકોડેડ કૂપન આ કર્મચારીઓને આપવામાં આવશે એટલુ જ નહીં, કેટલાક લોકોને આર્થિક મદદ પણ પૂરી પાડવામાં આવશે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news amitabh bachchan haji ali dargah