Coolie No.1જોયા બાદ ટ્વિટર પર કંઇક આવા છે નેટિઝન્સના રિવ્યૂ...

25 December, 2020 07:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coolie No.1જોયા બાદ ટ્વિટર પર કંઇક આવા છે નેટિઝન્સના રિવ્યૂ...

તસવીર સૌજન્ય જાગરણ

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને અભિનેતા વરુણ ધવનની ફિલ્મ 'કુલી નંબર 1' ગુરુવારના ઓટીટી પ્લેટફૉર્મ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરી દેવામાં આવી. ફિલ્મને સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિક્રિયાઓ મળી રહી છે. 'કુલી નંબર 1' વર્ષ 1995માં રિલીઝ થયેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ 'કૂલી નંબર 1'ની રીમેક છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને જુદી જુદી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોએ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે તો કેટલાકે નિરાશા વ્યક્ત કરી. યૂઝર્સ બન્ને લીડ સ્ટાર્સની એક્ટિંગના વખાણ કરતા લખ્યું, "વરુણ ધવન અને સારા અલી ખાનની કૉમેડી ફિલ્મ 'કુલી નંબર 1'ની રીમેકનો ઘણો ચાર્મ છે અને ફિલ્મમાં એક્ટરનો કૉમેડી ટાઇમિંગ કમાલ છે."

તો અન્ય એક યૂઝરે ટ્વિટર પર લખ્યું, 'કુલી નંબર 1' જોવા જઇએ તો વર્ષની બીજી આપત્તિ છે, વરુણ અને સારા બન્ને ઓવર એક્ટિંગની મિસાલ છે.' સાથે જ એક બીજા યૂઝરે લખ્યું, "મેં કુલી નંબર 1 પ્રાઇમ પર નહીં પણ બીજે જ કશેક જોઇ અને પ્રામાણિકતાથી કહું, કુલ મળીને ફિલ્મ સારી છે, આ ફિલ્મમાં જુડવા 2થી બહેતર વરુણ ધવન દેખાયો, પણ ફિલ્મમાં વધારે ઓવરએક્ટિંગ છે. પણ આનંદ માટે કોઇપણ જોઇ શકે છે અને હા પ્લીઝ જૂની ફિલ્મ સાથે આની તુલના ન કરવી."

વરુણ ધવને અમુક દિવસો પહેલા પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 'કુલી નંબર 1'નું ટ્રેલર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું હતું, 'સબકો નમસ્તે' સલામ. રાજૂ હૈ નામ ઔર કુલી કા કરતા હું કામ, અભી ટ્રેલર દેખો બાકી કી કહાની બાદ મેં સુનાઉંગા ઔર હાં ક્રિસમસ પર મિલને આઉંગા.

bollywood bollywood news bollywood gossips varun dhawan sara ali khan