કૂલી નંબર 1નું શૂટિંગ પૂરું થતાં વરુણ ધવનને સારા અલી ખાને કહ્યું...

25 February, 2020 12:09 PM IST  |  Mumbai

કૂલી નંબર 1નું શૂટિંગ પૂરું થતાં વરુણ ધવનને સારા અલી ખાને કહ્યું...

‘કૂલી નંબર 1’

સારા અલી ખાને ‘કૂલી નંબર 1’નું શૂટિંગ પૂરું થતાં વરુણ ધવનને સોશ્યલ મીડિયામાં જણાવ્યું કે તેને પજવવાનું તે કદી નહીં ભૂલે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. વરુણ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘અને ‘કૂલી નંબર 1’નું શૂટિંગ પૂરું થયું છે. થૅન્ક યુ વરુણ ધવન મારો બેસ્ટ અને કૂલેસ્ટ કૂલી બનવા માટે. તારા સિવાય કોઈ એવું નથી જે મારો ભાર સારી રીતે ઊંચકી શકે. હું જે કામ કરવા માટે સક્ષમ નહોતી એ પણ કરવા માટે તેં મને પ્રેરિત કરી હતી. કેટલીક વખત એવું પણ બન્યું હતું કે હું દૃશ્યોમાંથી આમતેમ ભટકી જતી હતી, પરંતુ તેં જ મને ધ્યાનભંગ થતી અટકાવી હતી. તને સતત ઇરિટેટ કરવાનું હું કદી નહીં ભૂલું.’

આ પણ વાંચો : અક્ષયની સૂર્યવંશી હવે 24 માર્ચે સાંજે છ વાગ્યે રિલીઝ થશે

આ ફોટો પર કમેન્ટ કરતાં વરુણે જવાબ આપ્યો હતો કે ‘તારે રાહ નહીં જોવી પડે. યાર તને ખૂબ જ જલદી મળીશ.’

સારાને જવાબ આપતાં એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. તેરે નખરે હમેશા ઉઠાઉંગા મેરી સારા. તૂ લડકી હૈ એક નંબર.’

varun dhawan sara ali khan bollywood news