18 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૂલી
રજનીકાન્તની નવી ફિલ્મ ‘કૂલી’એ રિલીઝ થતાં જ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ રજનીકાન્તની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. રજનીકાન્તની આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે વૈશ્વિક સ્તરે ૧૫૧ કરોડ રૂપિયા રૂપિયાની કમાણી કરી છે એને લીધે અત્યાર સુધીની એ સૌથી મોટી તામિલ ઓપનિંગ ફિલ્મ બની છે. આ ફિલ્મ રજનીકાન્તની ૫૦ વર્ષની ફિલ્મી કરીઅરમાં તેમની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે.
‘કૂલી’એ પહેલા દિવસે એટલે કે ૧૪ ઑગસ્ટે ભારતમાં અંદાજે ૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેમાં તામિલના ૪૪.૫ કરોડ, હિન્દીના ૪.૫ કરોડ, તેલુગુના ૧૫.૫ કરોડ તેમ જ કન્નડાના ૦.૫ કરોડ રૂપિયા છે. વૈશ્વિક સ્તરે આ ફિલ્મે ૧૪૦-૧૫૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે તામિલ સિનેમા માટે એક નવો રેકૉર્ડ છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે ‘A’ (ઍડલ્ટ) રેટિંગ આપ્યું છે જે ૩૬ વર્ષમાં રજનીકાન્તની પહેલી A-રેટેડ ફિલ્મ છે.