તાપસી પર કયા લાગ્યા આરોપ?

29 March, 2023 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનો ફોટો તેણે ૧૪ માર્ચે અપલોડ કર્યો હતો

તાપસી પન્નુ

તાપસી પન્નુ પર હાલમાં જ લોકોની લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે હાલમાં જ એક નેકલેસ પહેર્યો હતો જેના પર લક્ષ્મીમાતા દેખાઈ રહ્યાં છે. તેણે આ નેકલેસ રિવીલિંગ કપડાં પર પહેર્યો હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તેણે બાર માર્ચે મુંબઈમાં લૅક્મે ફૅશન વીકમાં રૅમ્પ-વૉક કર્યો હતો. એનો ફોટો તેણે ૧૪ માર્ચે અપલોડ કર્યો હતો. હિન્દ રક્ષક સંગઠનના ધ્યાનમાં આ ફોટો આવતાં તેમણે તેના વિરુદ્ધ લાગણી દુભાવવાની અને અશ્લીલતા ફેલાવવાની ફરિયાદ કરી છે. ઇન્દોરના હિન્દી રક્ષક સંગઠનના એકલવ્ય સિંહ ગૌરે આ ફરિયાદ કરી છે. તે ભારતીય જનતા પાર્ટીની એમએલએ માલિની ગૌરનો દીકરો છે. તાપસીએ હજી સુધી આ લીગલ ઍક્શન માટે કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

bollywood news bollywood gossips bollywood taapsee pannu