પતંજલિ અંગે ટ્વીટ કરવા પર ટ્રોલ થયા જાવેદ જાફરી

17 July, 2019 04:26 PM IST  | 

પતંજલિ અંગે ટ્વીટ કરવા પર ટ્રોલ થયા જાવેદ જાફરી

ટ્રોલ થયો જાવેદ જાફરી

બોલીવુડ એક્ટર જાવેદ જાફરી પોતાના કોમેડી એક્ટ્સ અને મજેદાર ટ્વીટ્સ માટે જાણીતા છે. જો કે જાવેદ જાફરી પોતાના એક ટ્વીટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. જાવેદ જાફરીએ ટ્વિટર પર પતંજલિને લઈને ટ્વીટ કર્યું હતું. જાવેદ જાફરીએ ટ્વિટર પર પતંજલિના નામથી એક જોક શૅર કર્યો હતો પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સને તેનો આ જોક પસંદ આવ્યો નહી અને જાવેદ જાફરીને ટ્રોલ કરવા લાગ્યા. યૂઝર્સ બોલીવુડ સ્ટારને જ્ઞાન આપવા લાગ્યા, જો કે જાવેદ જાફરીએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યા હતા.

જાવેદ જાફરીએ ટ્વિટર પર જોક શૅર કરતા લખ્યું હતું કે, પતંજલિ મીઠાનું પેકેટ કહે છે કે તે 2,500 વર્ષ જૂની હિમાલયની શિલાઓમાંથી બન્યું છે અને તેની એક્સપાઈરી ડેટ 2019 છે. હે ભગવાન, બાબા ખરા સમયે હિમાલયથી શિલાઓને શોધી લાવ્યા નહી તો તેની એક્સાપયરી હિમાલય પર જ થઈ જાત.'

જાવેદ જાફરીના જોકને પસંદ ન કરતા એક યૂઝરે લખ્યું હતું કે, ખાદ્ય પેકેજિંગની ટેક્નિક વિશે જાણ્યા વગર જ તમે ટ્વીટ કરી રહ્યા છો. જો તમારી પાસે સમય હયો તો ઈન્ડિયન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની વેબસાઈટ વાંચો ત્યાર પછી તેમાં લખેલી ઉપયોગની તારીખો વિશે તમે સમજી શકશો. જેના જવાબમાં જાવેદ જાફરીએ ટ્વીટ કર્યું હતું કે, કોમેડી અને વ્યંગની જાણ વગર જ તમે ટ્વીટ કરી રહ્યા છો જો તમારી પાસે સમય હોય તો, કોમેડી વેબસાઈટ પર આ વિશે વાંચો તો તમે સમજશો કે જોક કોને કહેવાય.

આ પણ વાંચો: આ એક્ટ્રેસે PM Modiને પૂછ્યું, તમે મને ફૉલો કેમ નથી કરતા?

આ સિવાય એક યૂઝરે જાવેદ જાફરીને સાયન્સ નોલેજ વિશે કહેતા કહ્યું હતું કે, નમકના દાણાઓમાં ભેજ હોય છે પરંતુ ચટ્ટાનોમાં આ વસ્તુઓ ઓછી હોય છે ક્યારે સાયન્સ વાચ્યું છે?

javed jaffrey gujarati mid-day bollywood gossips