કોકોનટ થિએટરના ચાઇ-વાઇ અને રંગમચ – 2020 કરશે 108 સેશન્સ પુર્ણ

01 August, 2020 06:00 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કોકોનટ થિએટરના ચાઇ-વાઇ અને રંગમચ – 2020 કરશે 108 સેશન્સ પુર્ણ

આ સંગ્રહ ટૂંક સમયમાં કોકોનટ થિયેટર ની યુટ્યુબ ચેનલ પર વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.”

કોકોનટ થિયેટરે આ વિશ્વવ્યાપી લોકડાઉન દરમિયાન એક મહત્વાકાંક્ષી અને પડકારરૂપ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે. - “ચાઇ-વાઇ અને રંગમંચ – 2020”. આ પ્રોજેક્ટ અંતર્ગત તેમના ઓફિશ્યલ કોકોનટ થિયેટર ફેસબુક પેજ પર સાંજે 6 વાગ્યે ભારત અને અન્ય દેશોના થિયેટર નિષ્ણાતો સાથે ઓનલાઈન સેશન્સ યોજવામાં આવે છે. આ સેશન્સ મહત્વાકાંક્ષી થિયેટર વિદ્યાર્થી, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ, લેખકો, દિગ્દર્શકો, મ્યુઝિક કમ્પોઝર્સ, કોરિયોગ્રાફર્સ, મેક-અપ આર્ટિસ્ટ, ડિઝાઇનર્સ, ટેકનિશિયન, થિયેટર ગ્રુપ અને થિયેટર બિરાદરી સાથે જોડાયેલા દરેક માટે જરૂરી માહિતી પુરી પાડનારા હોય છે. તાજેતરમાં  સુભાષ ઘાઈ, નીરજ કબી, સુપ્રિયા પાઠક સાથે સેશન્સ થયા છે અને હવે 2જી ઑગસ્ટે શબાના આઝમી તથા 3જી ઑગસ્ટે શત્રુઘ્ન સિંહા સાથે સેશન બપોરે ચાર વાગ્યે યોજાશે તથા સાંજે છ વાગ્યે રશ્મીન મજીઠીયા પહેલી સિઝનનાં છેલ્લા સેશનમાં દર્શકોને સંબોધશે.

રશ્મિન મજીઠીયા એક નામાંકિત ઉદ્યોગપતિ છે તથા કોકોનટ થિયેટરના નિર્માતા પણ છે, "ચા-વાઇ અને રંગમંચ - 2020" ના પ્રથમ સીઝનના સેશનમાં પોતે વાત કરશે. તેઓ આ સેશનમાં થિયેટર નિર્માતા તરીકે હાલની પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને પોતાના વિચારો શેર કરશે તથા અત્યાર સુધી જોડાયેલા તમામનો આભાર માનશે.   નાટકનું નિર્માણ અને થિયેટરને પ્રોત્સાહિત કરવા ઉપરાંત, 108 સેસન્સ ની આટલી લાંબી ઓનલાઇન સિરીઝ પર્ફોર્મિંગ આર્ટસ પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે.

 “ચાય-વાઈ અને રંગમંચ - 2020”ને ભારતીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર બિરાદરી તરફથી મળેલા ઉત્સાહને પણ રશ્મીન મજીઠીયાએ ઉમળકાથી આવકાર્યો છે.  તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય 3 ઑગસ્ટ 2020 સુધી 108 સેશનસ પૂર્ણ કરવાનું છે. આ સંગ્રહ ટૂંક સમયમાં કોકોનટ થિયેટર ની યુટ્યુબ ચેનલ પર વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.”

entertainment news