કૉકટેલ 2માં રશ્મિકા અને કૃતિ છે લેસ્બિયન કપલ? ટ્રેલર લૉન્ચમાં અભિનેત્રીએ કહ્યું…

02 June, 2026 09:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેલર લૉન્ચ થયા પછી, સોશિયલ મીડિયા પર પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઘણા યુઝર્સે ટ્રેલરની પ્રશંસા કરી છે, જ્યારે કૃતિ સૅનનનો બિકીની લુક પણ ટ્રેન્ડમાં છે. એક યુઝરે લખ્યું, “કૉકટેલ 2 માં કૃતિ સૅનન ખૂબ જ સુંદર લાગે છે.

કૃતિ સૅનન અને રશ્મિકા મંદાના

છેલ્લા કેટલાક મહિનાઓથી, કૃતિ સૅનન, રશ્મિકા મંદાના અને શાહિદ કપૂર અભિનીત ફિલ્મ ‘કૉકટેલ 2’ની વાર્તા અંગે વિવિધ અટકળો ફેલાઈ રહી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કૃતિ સૅનન અને રશ્મિકા મંદાના ફિલ્મમાં લેસ્બિયન કપલનું પાત્ર ભજવી શકે છે. હવે, ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં, કૃતિ સૅનન અને ફિલ્મ નિર્માતાઓ બન્નેએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરી છે.

અફવાઓ પર કૃતિ સૅનનનું રિએક્શન

મંગળવાર, 2 જૂનના રોજ મુંબઈમાં આયોજિત ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં, કૃતિ સેનને ફિલ્મની કેટલીક ચર્ચાઓને પર વાત કરી. તેને કહ્યું, "તે ખરેખર દુઃખદ છે કારણ કે, જેમ દિનેશ વિજાને કહ્યું હતું કે, જો બે છોકરાઓ હોય, તો તે `બ્રોમાન્સ` બની જાય છે; પરંતુ જો બે છોકરીઓ હોય, તો કોઈક રીતે લોકો એવું માનવા માગતા નથી કે તેઓ ફક્ત મિત્રો હોઈ શકે છે. તેઓ ધારે છે કે કાં તો તેમની વચ્ચે કોઈ દુશ્મનાવટ છે, અથવા કંઈક બીજું ચાલી રહ્યું છે." કૃતિના નિવેદન પછી, દિગ્દર્શક હોમી અડાજાનિયાએ પણ આ વિષય પર ભાર મૂક્યો. તેણે નોંધ્યું કે સ્ક્રીનની બહાર, કૃતિ અને રશ્મિકા સારા મિત્રો છે અને તેમને એકબીજા સાથે સમય વિતાવવો ગમે છે. આ સંદર્ભમાં, તેણે ઉલ્લેખ કર્યો કે તેણે ફક્ત એક કાલ્પનિક વિચાર કર્યો હતો: જો વાર્તા કૃતિ અને રશ્મિકાની આસપાસ ફરે છે, જેમાં શાહિદ તેમના વચ્ચે ત્રીજા વ્યક્તિ તરીકે આવે છે? જોકે, તેણે સ્પષ્ટપણે કહ્યું, "મને કોઈ વાંધો નહીં હોય," સાથે સાથે સ્પષ્ટતા પણ કરી કે કૉકટેલ 2 માં લેસ્બિયન વાર્તા નથી.

ફિલ્મની વાર્તા અંગે નિર્માતાઓનું નિવેદન

ફિલ્મના નિર્માતા, દિનેશ વિજાને પણ પ્લોટ અંગે ચાલી રહેલી અટકળોને ફગાવી દીધી. તેણે ટિપ્પણી કરી, "બે પ્રેમકથાઓ છે - જૂનો પ્રેમ અને નવો પ્રેમ. બીજું કંઈ નથી; બીજા કોઈ પ્રકારનો પ્રેમ નથી." આ દરમિયાન, સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપતા, શાહિદ કપૂરે ભાર મૂક્યો કે આ ફિલ્મ તમામ વય જૂથોના દર્શકો માટે બનાવાયેલ છે. તેણે કહ્યું, "આ એક પારિવારિક ફિલ્મ છે."

ટ્રેલરને મળ્યો સકારાત્મક પ્રતિસાદ

ટ્રેલર લૉન્ચ થયા પછી, સોશિયલ મીડિયા પર પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઘણા યુઝર્સે ટ્રેલરની પ્રશંસા કરી છે, જ્યારે કૃતિ સૅનનનો બિકીની લુક પણ ટ્રેન્ડમાં છે. એક યુઝરે લખ્યું, “કૉકટેલ 2 માં કૃતિ સૅનન ખૂબ જ સુંદર લાગે છે. ટ્રેલરની સૌથી મોટી હાઇલાઇટ્સમાંની એક.” બીજા યુઝરે ટિપ્પણી કરી, “આખરે, રાહ પૂરી થઈ ગઈ છે. કૉકટેલ 2 માં બિકીનીમાં કૃતિ સૅનન. તે ટ્રેલર દરમ્યાન ખૂબ જ હૉટ લાગે છે.” હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત, કૉકટેલ 2 ને વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર, કૃતિ સૅનન અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કૉકટેલ’ની સિક્વલ છે. આગાઉની ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પૅન્ટી મુખ્ય ભૂમિકામાં હતા. તે ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી હતી, જેના કારણે કૉકટેલ 2 માટે પણ ઘણી અપેક્ષાઓ છે. કૉકટેલ 2 19 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અત્યાર સુધી, અન્ય કોઈ મોટી ફિલ્મે તે જ દિવસે રિલીઝની જાહેરાત કરી નથી, જે સૂચવે છે કે ફિલ્મ એકલ રિલીઝનો આનંદ માણવાની શક્યતા છે.

cocktail kriti sanon rashmika mandanna shahid kapoor trailer launch latest trailers bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news