શાહિદને ૩૫ કરોડ, ક્રિતી અને રશ્મિકાને ૧૫-૧૫ કરોડ

02 June, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉકટેલ 2 માટે લીડ સ્ટાર્સને આટલા રૂપિયા ફી ચૂકવવામાં આવી હોવાની ચર્ચા

‘કૉકટેલ 2’ ૧૯ જૂને રિલીઝ થવાની છે

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’ ૧૯ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કૉક્ટેલ’ની સીક્વલ છે. હાલમાં ‘કૉકટેલ 2’ના સ્ટાર્સને મળેલી ફીની વિગતો જાણવા મળી છે.  મળતી માહિતી પ્રમાણે ‘કૉકટેલ 2’ માટે સૌથી વધુ ફી અભિનેતા શાહિદ કપૂરે લીધી છે. તેને આ ફિલ્મ માટે ૩૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ફિલ્મમાં રશ્મિકા અને ક્રિતી ખૂબ જ ગ્લૅમરસ અંદાજમાં જોવા મળશે અને આના માટે બન્નેને ૧૫-૧૫ કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવવામાં આવ્યા છે.

cocktail upcoming movie rashmika mandanna shahid kapoor kriti sanon entertainment news bollywood bollywood news