ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ઍક્ટર્સમાં સિન્ટાનો થયો સમાવેશ

13 May, 2021 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ઍક્ટર્સની સ્થાપના ૧૯૫૨માં થઈ હતી. એમાં હજારો પર્ફોર્મર્સની સાથે ૬૦ દેશોની ૯૦ સંસ્થાઓ સામેલ છે

પ્રતીકાત્મક તસવીર

સિન્ટા એટલે કે સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશન હવે ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ઍક્ટર્સમાં જોડાઈ ગયું છે. એના માટે ૬૩ દેશે સિન્ટાના પક્ષમાં વોટ કર્યો હતો. ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ઍક્ટર્સની સ્થાપના ૧૯૫૨માં થઈ હતી. એમાં હજારો પર્ફોર્મર્સની સાથે ૬૦ દેશોની ૯૦ સંસ્થાઓ સામેલ છે. આ સિદ્ધ‌િ વિશે સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનના આઉટરિચ કમિટીના ચૅર પર્સન અમિત બહલે કહ્યું હતું કે ‘એશિયા, ભારત, પાકિસ્તાન અને બાંગલા દેશની બીજી પેઢીના ઍક્ટર્સ હાલમાં અમેરિકા, ઈસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, ફિજી, કૅરિબિયન આઇલૅન્ડ્સ, લંડન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડમાં કામ કરે છે. જપાનને બાકાત કરતાં અનેક દેશો એવા છે જેમની પાસે ઍનિમેટેડ કન્ટેન્ટ હોય છે. આપણી પાસે હિન્દી સિવાય અન્ય પ્રાદેશિક ભાષાઓ પણ છે. એમાં ઓરિજિનલ, ડબ કરેલા અને સબટાઇટલ કન્ટેન્ટનો સમાવેશ થાય છે. એને તમામ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ પર દેખાડવામાં આવે છે. એથી ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ઍક્ટર્સની મુખ્ય સમિત‌િની એવી ઇચ્છા હતી કે આ સંસ્થામાં ભારત પણ જોડાઈ જાય. આ સાથે જ અમે કોઈ પણ પ્રકારના વિરોધ વગર એમાં ઇલેક્ટ થઈ ગયા છીએ.’

bollywood bollywood news