જ્યારે કરીનાને સરોજ ખાને આપી આવી સલાહ:પગ નથી ચાલતાં તો ફેસ ચલાવ

03 July, 2020 07:08 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જ્યારે કરીનાને સરોજ ખાને આપી આવી સલાહ:પગ નથી ચાલતાં તો ફેસ ચલાવ

કરીના કપૂર ખાન

કરીનાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાની મેમરીઝ શૅર કરી, જ્યારે સરોજ ખાને તેમને શીખ આપી હતી. કરીના લખે છે કે માસ્ટરજી હંમેશાં મને કહેતાં, પગ નથી ચલાવી શકતી તો ફેસ જ ચલાવી લે. તેમણે મને એ જ શીખડાવ્યું, ડાન્સ, સ્માઇલ અને આંખોથી મલકવાને કેવી રીતે એન્જૉય કરે છે.

બોલીવુડમાં કેટલાય દાયકાઓ સુધી કોરિયોગ્રાફીનાં ઉસ્તાદ રહી ચૂકેલાં સરોજ ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. સરોજ ખાને ઘણાં સમય સુધી ફિલ્મી ગીતોમાં કોરિયોગ્રાફી કરી. નાના-મોટા અનેક સિતારાઓ સાથે કામ કર્યું. તે સમયમાં બોલીવુડમાં લગભગ દરેક એક્ટ્રેસના કોઇક ને કોઇક ગીતની કોરિયોગ્રાફી તેમણે કરી. આ દરમિયાન, તેમને કરીના કપૂર ખાને યાદ કરતાં પોતાની મેમરી શૅર કરી છે.

કરીનાએ શૅર કરી પોસ્ટ
કરીનાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તે ઘટના વિશે જણાવ્યું છે જ્યારે સરોજ ખાને તેને શીખ આપી હતી. કરીના લખે છે કે, "માસ્ટરજી હંમેશાં મને કહેતાં હતા, પગ નથી ચલાવી શકતી તો ફેસ જ ચલાવી લે. તેમણે મને આ જ શીખવ્યું, ડાન્સ, સ્માઇલ, અને આંખોથી મરકવું કેવી રીતે એન્જૉય કરે છે. તેમની જેમ બીજું કોઇ ન થઈ શકે. જે તેમને પ્રેમ કરતાં હતાં તેમની માટે ડાન્સ અને એક્સપ્રેશન ફરી ક્યારેય પહેલા જેવા નહીં રહે. તમારા પ્રત્યે પ્રેમ છે માસ્ટરજી, અમે ફરી ડાન્સ કરીશું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે." સરોજ ખાન બોલીવુડમાં માસ્ટરજી, ગુરુજીના નામે પણ જાણીતાં હતાં.

આ પોસ્ટમાં કરીનાએ એક તસવીર પણ શૅર કરી છે જેમાં સરોજ ખાન તેમને ડાન્સના મૂવ શીખવી રહ્યાં છે. તસવીર કરીનાની હિટ ફિલ્મોમાંની એક જબ વી મેટની છે. કરીના યે ઇશ્ક હાયે ગીતના કૉસ્ચ્યુમમાં દેકાઇ રહી છે. જણાવીએ કે સરોજ ખાને શુક્રવારે અંતિમ શ્વાસ લીધા. તેમની મુંબઇના હૉસ્પિટલમાં સારવાર થઈ રહી હતી.

સરોજ ખાન 71 વર્ષનાં હતાં. સરોજ ખાનનું નિધન કાર્ડિયક અરેસ્ટથી થયું. ઘણાં સમયથી તેમની તબિયત ખરાબ હતી. આ કારણે જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરોજ ખાનના નિધનથી આખાં બોલીવુડમાં શોકની લહેર છવાયેલી છે.

bollywood saroj khan kareena kapoor bollywood news bollywood gossips