'કુછ કુછ હોતા હૈ'ને ઠુકરાવવાનો આજે પણ પસ્તાવો છે ચંદ્રચુડ સિંહને

22 June, 2020 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'કુછ કુછ હોતા હૈ'ને ઠુકરાવવાનો આજે પણ પસ્તાવો છે ચંદ્રચુડ સિંહને

ચંદ્રચુડ સિંહને ‘કુછ કુછ હોતા હૈ’માં સલમાન ખાનવાળો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે એને ઠુકરાવવાનો આજે પણ ચંદ્રચુડને અફસોસ છે. 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મને કરણ જોહરે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ આજે પણ લોકોને ખૂબ પસંદ છે. એ ફિલ્મ ન કરવાનો આજે પણ પછતાવો વ્યક્ત કરતાં ચંદ્રચુડે કહ્યું હતું કે ‘હું એટલું જ કહી શકું છું કે એ મારા માટે ખૂબ મોટુ નુકસાન છે. એ ખરેખર ખૂબ જ સરસ અને કલ્ટ ફિલ્મ છે. વાસ્તવિક્તા તો એ છે કે જે થવાનું હોય છે એ થઈને જ રહે છે. મારા માટે આ એક એવો નિર્ણય હતો જેનાં દ્વારા મને ઘણું બધુ શીખવા મળ્યુ છે.’

entertainment news bollywood bollywood news kuch kuch hota hai