લાંબી બીમારી બાદ વિશાલ આનંદનું મૃત્યુ

06 October, 2020 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબી બીમારી બાદ વિશાલ આનંદનું મૃત્યુ

વિશાલ આનંદ

‘ચલતે ચલતે’થી ફેમસ થયેલા વિશાલ આનંદનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ ભીષ્મ કોહલીના નામે પણ ઓળખાતા હતા. તેમણે ૧૧ ફિલ્મોમાં કામ કર્યું હતું. પોતાની કરીઅર દરમ્યાન તેમણે અશોકકુમાર, સિમી ગરેવાલ અને મેહમૂદ સાથે પણ કામ કર્યું હતું. વિશાલ આનંદે ઍક્ટિંગ સિવાય ડિરેક્શન અને પ્રોડક્શનનું કામ પણ કર્યું હતું, એટલું જ નહીં, મ્યુઝિક-ડિરેક્ટર બપ્પી લાહિરીને પણ તેમણે જ બ્રેક આપ્યો હતો.

entertainment news bollywood bollywood news