સની સંસ્કારી કી તુલસી કુમારીના લિપ-કિસનાં ૬૦ ટકા દૃશ્યો પર સેન્સર બોર્ડની કાતર ફરી વળી

01 October, 2025 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાંથી એક દ્વિઅર્થી શબ્દ દૂર કરીને દારૂવિરોધી ડિસ્ક્લેમર ઉમેરવાની સૂચના આપી છે

ફિલ્મનો સીન

બીજી ઑક્ટોબરે રોમૅન્ટિક કૉમેડી ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વરુણ ધવન, જાહ્‍‍‍નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા U/A 13+ સર્ટિફિકેટ સાથે રિલીઝ માટે મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાંથી એક દ્વિઅર્થી શબ્દ દૂર કરીને દારૂવિરોધી ડિસ્ક્લેમર ઉમેરવાની સૂચના આપી છે. એ સિવાય ફિલ્મમાં લિપ-કિસનાં દૃશ્યોમાંથી ૬૦ ટકા જેટલાં દૃશ્યો દૂર કરવાનું કહેવામાં આવ્યું છે.

upcoming movie varun dhawan janhvi kapoor central board of film certification latest films entertainment news bollywood bollywood news sanya malhotra rohit saraf