ડ્રગ્સ કેસ: રવિના ટંડને કહે છે કે, 'સેલેબ્સ સોફ્ટ ટાર્ગેટ હોય છે'

26 September, 2020 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ્સ કેસ: રવિના ટંડને કહે છે કે, 'સેલેબ્સ સોફ્ટ ટાર્ગેટ હોય છે'

રવીના ટંડન

અત્યારે સૌથી વધુ ચર્ચાતો મુદ્દો જો કોઈ હોય તો તે છે બૉલીવુડમાં ડ્રગ્સ કનેક્શન. બૉલીવુડનું ડ્રગ્સ કનેક્શન એક્સપોઝ થઈ રહ્યું છે ત્યારે ઘણા A લિસ્ટર્સના નામ આવ્યા છે. જેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને સારા અલી ખાન (Sara Ali Khan)ના નામ સામે આવ્યા છે. આ બધા સેલેબ્સને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ સમન્સ મોકલ્યા છે. હવે આ બાબતે અભિનેત્રી રવીના ટંડન (Raveena Tandon)એ તેનું સ્ટેટમેન્ટ આપ્યું છે. અભિનેત્રીનું કહેવું છે કે, સેલેબ્સ સોફ્ટ ટાર્ગેટ હોય છે અને લોકલ ઓથોરિટીઝના આશીર્વાદ વગર ડ્રગની સપ્લાય ન થઈ શકે.

રવીના ટંડને પોતાના બે ટ્વીટમાં લોકલ ઓથોરિટીઝ પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, મોટા લોકો મારા ટ્વીટમાં, કોઈ ડ્રગ સપ્લાય લોકલ ઓથોરિટીઝની મહેરબાની વગર ન થઈ શકે. આ મોટી માછલીઓ જાહેરમાં તરતી રહે છે. જો કોઈ જર્નલિસ્ટ આ સપ્લાયર્સ સુધી સ્ટિંગ કરીને પહોંચી શકે તો. તો શું અધિકારી તેમને નથી સૂંઘી શકતા. સેલિબ્રિટી સોફ્ટ ટાર્ગેટ હોય છે.

બીજા ટ્વીટમાં અભિનેત્રીએ કહ્યું કે, સપ્લાયર્સ સ્કૂલ, કોલેજ, પબ, રેસ્ટોરાં બહાર મળી જાય છે. ડ્રગ સિન્ડિકેટ જેમાં ઘણા પાવરફુલ લોકો હોય છે, તે પોતાની આંખો બંધ કરીને યુથનું જીવન બગાડે છે. તેને મૂળથી ઉખાડી ફેંકો. અહીંયા અટકી ન જાઓ. ડ્રગ્સ વિરુદ્ધ એક મોટી લડાઈ આખા દેશમાં શરૂ થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી રવીના ટંડન સતત ડ્રગ્સ મુદ્દે પોતાના નિવેદન આપતી રહે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips raveena tandon