કિંગ ખાન સામે CBI તપાસની માંગ, IIPM મામલે સ્પષ્ટતા કરવાનો છે આદેશ

06 September, 2019 09:40 AM IST  |  મુંબઈ

કિંગ ખાન સામે CBI તપાસની માંગ, IIPM મામલે સ્પષ્ટતા કરવાનો છે આદેશ

કિંગ ખાન સામે CBI તપાસની માંગ

કલકતા હાઈકોર્ટે ગુરૂવારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને ઈંડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટે સાથે પોતાના સંબંધ પર એક એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું છે. આ સાથે તેમનો વ્યવસાય ફેલાવવામાં પણ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. IIPMના સૉલ્ટ લેક પરિસરના 2 વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપવામાં આવ્યો. જે પુરા દેશમાં બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે તેમને આઈઆઈપીએમમાં પ્રવેશ દરમિયાન 20 લાખ રૂપિયા ગુમાવ્યા.


અરજીકર્તાઓના વકીલ દેબંજન દત્તાએ ગુરૂવારે હાઈકોર્ટને જણાવ્યું કે 2017માં એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે આઈઆઈપીએમને એક ફર્જી સંસ્થા જાહેર કરી હતી. દત્તાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

દત્તાએ કહ્યું કે 2018માં જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની કોઈ તપાસ નથી થઈ. એ બાદ તેમણે નવેમ્બર 2018માં શાહરૂખ ખાન, આઈઆઈપીએમના પ્રમોટર અરિંદમ ચૌધરી અને તેમની કંપની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા કલકતા હાઈકોર્ટ પહોંચ્યા હતા.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

કારણ કે શાહરૂખ ખાન આઈઆઈપીએમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. એટલે તેમણે શાહરૂખ ખાનની સામે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ન્યાયમૂર્તિ બસાકે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર અને આઈઆઈપીએના માલિકે એફિડેવિટ દાખલ કરવાનું હશે કે આ મામલો સીબીઆઈને કેમ ન સોંપવામાં આવવો જોઈએ.


Shah Rukh Khan central bureau of investigation