29 April, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિમ્મી શેરગિલ
જિમ્મી શેરગિલ વિરુદ્ધ પંજાબનાં લુધિયાણામાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધાયો છે. તેઓ પરમિશન લીધા વગર જ વેબ શો ‘યૉર ઓનર’નું શૂટિંગ કરી રહ્યા હતા. ડિરેક્ટર ઈશ્વર નિવાસના આ વેબ શોનું શૂટિંગ એક સ્કૂલમાં કરી રહ્યા હતા. સેટ પર ૧૫૦ મેમ્બર્સ રાતે આઠ વાગ્યે શૂટિંગ કરી રહ્યા હતા. પોલીસે એ જગ્યાએ દરોડા પાડ્યા ત્યારે આ વાત પ્રકાશમાં આવી હતી. ભારતીય દંડસંહિતા ૧૮૮ અને ૨૬૯ની કલમ હેઠળ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ અંતર્ગત ડિરેક્ટર સહિત બે જણની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.