જાહ્નવી કપૂરની ફિલ્મ માટે જ્યોર્જિયામાં 5700 ફૂટ ઉંચે બનાવાયું 'કારગિલ'

06 August, 2019 02:33 PM IST  |  મુંબઈ

જાહ્નવી કપૂરની ફિલ્મ માટે જ્યોર્જિયામાં 5700 ફૂટ ઉંચે બનાવાયું 'કારગિલ'

બોની કપૂર અને શ્રીદેવી પુત્રી હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કારગિલ ગર્લનું શૂટિંગ કરી રહી છે. કરણ જોહરના બેનર નીચે બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ હાલ જ્યોર્જિયામાં ચાલી રહ્યું છે. જ્યાં જાહ્નવીની સાથે સાથે અંગદ બેટી પણ શૂટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર ઈન્ડિયન એરફોર્સના પાઈલટ ગુંજન સક્સેનાનો રોલ કરી રહ્યા છે, અને અંગદ બેદી તેમના ભાઈના રોલમાં છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગુંજન સક્સેનાની બાયોપિક છે. ફિલ્મના શૂટિંગ માટે આ બંને સ્ટાર્સની સાથે સાથે જુનિયર આર્ટિસ્ટનું એક ક્રૂ પણ કાઝબેગીના પહાડી વિસ્તારમાં શૂટિંગ કરશે. અંગદ બેદીનું પાત્ર પણ ફિલ્મમાં એક આર્મી ઓફિસરનું જ છે, જે પહાડી વિસ્તારમાં દુશ્મનો સામે લડે છે. અને યુદ્ધ દરમિયાન જાહ્નવું પાત્ર બોમ્બાર્ડિંગ કરીને તેમની મદદ કરે છે.

ફિલ્મના મેકર્સે જ્યોર્જિયાના કાઝબેગી પહાડી વિસ્તારમાં કેટલાક સીન શૂટ કરવાનું નક્કી કર્યું છે. સમુદ્રની સપાટીથી 5,700 ફૂટની ઉંચાઈ પર આવેલા વિસ્તારમાં કારગિલનો સેટ રિક્રિએટ કરવામાં આવ્યો છે. હાલ કારગિલમાં કરણ જોહરના જ બેનર અંતર્ગત બની રહેલી ફિલ્મ શેરશાહનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે એક જ બેનરની બે ફિલ્મોની શૂટિંગ સાથે જ કારગીલમાં કરવાની પરમિશન નથી મળી. ત્યારે ફિલ્મના મેકર્સે કારગીલ જેવા જ દેખાતા જ્યોર્જિયાના પહાડોમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે.

janhvi kapoor angad bedi entertaintment karan johar