Cannes 2019:કંગના રનૌતનો આ બ્યૂટીફુલ લૂક ઈન્ટરનેટ પર થયો વાઈરલ

19 May, 2019 12:00 PM IST  | 

Cannes 2019:કંગના રનૌતનો આ બ્યૂટીફુલ લૂક ઈન્ટરનેટ પર થયો વાઈરલ

કંગના રનૌત

કંગનાના સુંદર ગુલાબી અને લવેન્ડર રંગના ગાઉન લૂક અને 72માં કાન્સ ફેસ્ટિવલના લૂક બાદ, હવે તેની નવી તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

કંગના રનૌતે બોલીવુડની અન્ય એક્ટ્રેસિસની સાથે સાથે કાન્સમા પોતાના લૂકથી પણ ચર્ચા જગાવી હતી. 72મા કાન્સ ફેસ્ટિવલમાં કંગનાની કાતિલ અદાઓને ફેન્સે વખાણી હતી. શનિવારના લૂકમાં ગુલાબી અને લવન્ડર કલરના ગાઉનમાં કંગના રનૌત ગજબની ખૂબસૂરત લાગી રહી હતી. કાન્સના જુદા જુદા લૂક બાદ હવે કંગનાના નવા ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. કંગના રનૌતે ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ ફ્રેન્ચ રેવિએરામાં જઈને ચિલ કર્યું હતું.

ફ્રેન્ચ રિવિએરામાં કંગના રનૌત ફ્લાવર પ્રિન્ટેડ હાય સ્લીટ પ્લીટેડ ગાઉનમાં દેખાઈ હતી. જેમાં પણ ફાઇન ક્લીવેજ શૉ તેના શ્વાસોચ્છવાસની ક્રિયાને પણ સુંદર રીતે દર્શાવતો હતો તેના આ લૂક્સે લોકોના દિલ જીતી લીધા.

કંગનાએ પોતાની ફિલ્મ 'પંગા'ના પાત્ર માટે પોતાનું વજન વધાર્યું હતું. પરંતુ કાન્સમાં હાજરી આપવા કંગનાએ વજન ઉતાર્યું છે. કાન્સ ફેસ્ટિવલના લૂક્સ માટે તેણે માત્ર 10 દિવસમાં 5 કિલો જેટલું વજન ઘટાડ્યું છે

આ પણ વાંચો : Cannes 2019:બીજા દિવસે દીપિકા બની ગ્રીન ગર્લ

ફિટનેસ ટ્રેઈનર યોગેશ ભતેજાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કંગનાને પંગા માટે વજન વધારવાનું હતું, તેથી અમે જે કેલેરી માળખું બનાવ્યું હતું તે ઊંચું હતું. જેને કારણે તે કંગના માટે સહેલું ન હોવા છતાં તેણે આ કર્યું'.

kangana ranaut cannes 2017 bollywood bollywood events bollywood news