Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Cannes 2019:બીજા દિવસે દીપિકા બની ગ્રીન ગર્લ !!

Cannes 2019:બીજા દિવસે દીપિકા બની ગ્રીન ગર્લ !!

18 May, 2019 12:41 PM IST | કાન

Cannes 2019:બીજા દિવસે દીપિકા બની ગ્રીન ગર્લ !!

લાઈમ ડ્રેસમાં કાન ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે

લાઈમ ડ્રેસમાં કાન ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે


કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે પોતાના વધુ એક લૂકથી લોકોના દિલ જીતી લીધા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે દીપિકાએ પોતાના લૂકથી ફેન્સને દંગ કરી દીધા છે. ગિઆંબટ્ટિસ્ટા વલ્લીએ ડિઝાઈન કરેલા લાઈમ શેડેડ ટ્યૂલ ગાઉન અને પિંક હેન્ડબેન્ડ સાથે દીપિકા શાનદાર લાગી રહી હતી. દીપિકાનો આ ખૂબસૂરત અંદાજ સોશિયલ મીડિયાપર વાઈરલ થયો.

deepika cannes look



દીપિકાએ પ્રતિષ્ઠિત ડી કાન 2019ના બીજા દિવસે રેડ કાર્પેટ પર ગિઆંબટ્ટિસ્તા વલ્લીએ ડિઝાઈન કરેલા ડ્રેસમાં વૉક કર્યું હતું. પહેલા દિવસે દીપિકા ચાર જુદા જુદા ડ્રેસમાં દેખાઈ હતી. પેરિસના જાણીતા ડિઝાઈનરે ડિઝાઈન કરેલા અનોખા ગાઉનમાં દીપિકા લાઈમ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગતી હતી. આ લૂકને દીપિકાએ એક બો સાથે પૂરો કર્યો હતો. ગત વર્ષે દીપિકાએ પિંક આશિ સ્ટુડિયો ડ્રેસ પહેર્યો હતો, જેના પણ ખૂબ વખાણ થયા હતા.



 

 
 
 
View this post on Instagram

#Cannes2019

A post shared by Deepika Padukone (@deepikapadukone) onMay 17, 2019 at 12:19pm PDT

આ પહેલા દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને ફેન્સ પાસેથી કાન રેડકાર્પેટમાં શું પહેરવું તે અંગે સલાહ માગી હતી. દીપિકાના આ લૂકને જોઈને ફેન્સ પણ ખુશ છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનુ શૂટિંગ કરી રહી છે. એસિડ એટક પીડિત સર્વાઈવરના રોલમાં દીપિકા મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2010ના રોજ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 12:41 PM IST | કાન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK