કાન્સ 2019: હિના ખાને રેડ કાર્પેટ પર આપી દીપિકા-પ્રિયંકાને ટક્કર

19 May, 2019 06:43 PM IST  | 

કાન્સ 2019: હિના ખાને રેડ કાર્પેટ પર આપી દીપિકા-પ્રિયંકાને ટક્કર

કાન્સ રેડ કાર્પેટ પર હિના ખાનનો નવો લૂક

ટેલિવિઝન સ્ટાર હિના ખાન આ વર્ષે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. હિના ખાને બોલીવૂડ ડેબ્યૂ પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતુ. હિના ખાને પહેલી એવી ટીવી એક્ટ્રેસ છે જે કાન્સના રેડ કાર્પેટ સુધી પહોંચી છે. હિના ખાને તેમના લૂકના કારણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ છે. હિના ખાન રેડ કાર્પેટ લૂક પર સિલ્વર ગાઉનમાં મનમોહક લાગી રહી છે. હિના રેડ કાર્પેટ પર કોન્ફિડન્ટ લાગી હતી જાણે આ પહેલા પણ રેડ કાર્પેટ પર આવી ચૂકી હોય.

એલિનલેકલ દ્વારા તૈયાર કરાયેલ સિલ્વર મેટાલિક ગાઉનમાં હિના ખાને રેડ કાર્પેટ પર જોવા મળી હતી. હિના ખાને એલિનલેકલના સિલ્વર મેટાલિક ગાઉન સાથે એઝોટિક દ્વારા તૈયાર કરાયેલી જ્વેલરી પહેરી હતી. આ લૂકમાં હિના ખાન એક પરીથી કમ લાગી રહી હતી નહી. આ પહેલા પણ હિના ખાનના લૂક ચર્ચાનો વિષય બન્યા હતા. આ પહેલા તે લિવેન્ડર ડ્રેસમાં જોવા મળી હતી. હિનાએ 15મે એ સૌથી પહેલા રેડ કાર્પેટ પર જોવા મળી હતી જેમા તેણે ટ્રાન્સપેરન્ટ લૂક અપનાવ્યો હતો.

આ પણ વાંચો: જુઓ કાન્સમાં કોમોલિકાના જલવા, હિનાની અદાઓથી ચાહકો ઘાયલ

ઉલ્લેખનીય છે કે, હિના ખાન આ વર્ષે બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હિના ખાન તેની ફિલ્મ 'લાઈન્સ' સાથે બોલીવૂડમાં પગ મૂકવા જઈ રહી છે. હિના ખાને હાલમાં જ તેના શૉ 'કસોટી જીંદગી કી'ને વિદાય આપી હતી જેમા તે કોમોલિકાનો રોલ કરી રહી હતી.

hina khan bollywood gossips