જુઓ કાન્સમાં કોમોલિકાના જલવા, હિનાની અદાઓથી ચાહકો ઘાયલ

Updated: May 17, 2019, 12:49 IST

એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પહોંચી છે. ગુરુવારે હિના ખાનનો રેડ કાર્પેટ લૂક જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ લૂકમાં હિના ખાન હેવી એમ્બેલિશ્ડ ગ્રે ઝિયાદ નાકડ ગાઉનમાં જોવા મળી હતી.

લેવેન્ડર સ્ટાઈલિશ મેક્સી ડ્રેસમાં હિના ખાન
લેવેન્ડર સ્ટાઈલિશ મેક્સી ડ્રેસમાં હિના ખાન

એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પહોંચી છે. ગુરુવારે હિના ખાનનો રેડ કાર્પેટ લૂક જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ લૂકમાં હિના ખાન હેવી એમ્બેલિશ્ડ ગ્રે ઝિયાદ નાકડ ગાઉનમાં જોવા મળી હતી. હિના ખાન એક પેનલનો ભાગ પણ છે જેમાં હિના ખાન તેની અપકમિંગ ફિલ્મ લાઈન્સ વિશે વાત કરતી જોવા મળશે.

 
 
 
View this post on Instagram

Day 3 @festivaldecannes

A post shared by Hina Khan (@realhinakhan) onMay 16, 2019 at 3:36pm PDT

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે હિના ખાન એક લેવેન્ડર કલરની અરમાઈન યાન્હાનની એક સ્ટાઈલિશ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. હિના ખાનના આ ડ્રેસમાં ચૈકર્ડ ડિટેલિંગ કરવામાં આવી હતી. આ ડ્રેસમાં હિના ખાન બ્યૂટીફૂલ લાગી રહી હતી. આ મેક્સી એક કોલર વાળી બટન ડાઉન મેક્સી ડ્રેસ છે જેમા બ્લેક બેલ્ટ પણ આપવામાં આવ્યો છે. લેવેન્ડર ડ્રેસ લૂક સાથે હિનાએ મેકઅપને હાઈલાઈટેડ ચિક્સ અને ન્યૂડ લિપ્સ સાથે મિનિમલ રાખ્યો હતો.

આ પણ વાંચો: Cannes 2019: ઈન્ડિયન બ્યૂટીઝના રેડ કાર્પેટ પર જલવા, જુઓ તસવીરો

હિના ખાન સિવાય કાન્સમાં દીપિકા પાદુકોણ, કંગના રનૌત, પ્રિયંકા ચોપરા પણ રેડ કાર્પેટ લૂકમાં જોવા મળી હતી. હિના ખાન ફિલ્મ લાઈન્સ માટે કાન્સ પહોંચી છે. રેડ કાર્પેટ લૂક પર ડેસિંગ સેક્સી દેખાતી હિના ખાન ફિલ્મ લાઈન્સમાં સામાન્ય અવતારમાં જોવા મળશે. હાલમાં જ હિના ખાને કસૌટી જિંદગી-2ને વિદાય આપી હતી જેમા તે કોમોલિકાનો રોલ કરી રહી હતી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK