પહેચાન કૌન: બૉલીવુડ અભિનેત્રીઓના આ મેલ લૂક જોરદાર વાઈરલ, જુઓ તસવીરો

24 June, 2020 09:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પહેચાન કૌન: બૉલીવુડ અભિનેત્રીઓના આ મેલ લૂક જોરદાર વાઈરલ, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેત્રીઓના આ મેલ લૂક

સોશિયલ મીડિયા પર હાલ ક્રિકેટર્સનો ફીમેલ લુક ચર્ચાનો વિષય બની ગયો છે પણ આ બધા વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસનો મેલ લૂક પણ સામે આવી ગયો છે. સોશિયલ મીડિયા પર એમના નવા લૂકની તસવીરો ઘણી વાઈરલ થઈ રહી છે. સાથે જ ફૅન્સ કમેન્ટ પર પોતાની મનપસંદ ફીમેલ સ્ટારનું નામ પણ જણાવી રહ્યા છે. દીપિકા પાદુકોણ જ્યાં દાઢી-મૂંછમાં નજર આવી રહી છે. સાથે જ સોનમ કપૂરનો મેલ વર્ઝન પણ ઘણો ક્યૂટ લાગી રહ્યો છે. ચલો જોઈએ અભિનેત્રીઓના મેલ લૂક પર નજર કરીએ.

પ્રિયંકા ચોપડાનો આ મેલ લૂક ઘણો ટફ દેખાઈ રહ્યો છે. દાઢી-મૂંછ સાથે એનો હેરકટ આ મેલ લૂકમાં પરફેક્ટ બેસી ગયો છે. પ્રિયંકાએ એકવાર તો પોતાની આ તસવીર જોવી જ જોઈએ.

આલિયા ભટ્ટ પોતાનો મેલ વર્ઝન જોઈને હેરાન થઈ જશે. આ તસવીર એકદમ આલિયાના ફૅસથી મળી રહી છે. થોડા સમય પહેલા એક્ટ્રેસના વૃદ્ધાવસ્થાના ફોટા પણ વાઈરલ થયા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચનની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. એના નાના વાળ, દાઢી અને મૂંછમાં તે ઘણી ક્યૂટ લાગી રહી છે.

દીપિકા પાદુકોણનો આ મેલ લૂક ઘણો સુંદર લાગી રહ્યો છે. દાઢી-મૂંછ અને મિલેટ્રી હેરકટમાં તે નજર આવી રહી છે.

શ્રદ્ધા કપૂરની તો આ તસવીરમાં તેને ઓળખવી પણ મુશ્કેલ થઈ રહી છે. જોકે ફૅન્સ એના આ લૂકને પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.

આ એક્ટ્રેસના મેલ લૂકમાં પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટ સિવાય મંદીરા બેદીનો આ મેલ લૂક પણ ફૅમસ થઈ રહ્યો છે.

deepika padukone priyanka chopra shraddha kapoor aishwarya rai bachchan mandira bedi alia bhatt bollywood news bollywood entertainment news