અમિતાભ બચ્ચન સાથે આ ફોટોમાં છે કરીના કપૂર, તમે ઓળખી એને!

17 May, 2019 02:59 PM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચન સાથે આ ફોટોમાં છે કરીના કપૂર, તમે ઓળખી એને!

તમે ઓળખી કરીનાને?

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમની પોસ્ટ ચર્ચામાં આવી રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચેને તેમના ઈન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર પોસ્ટ કરી છે જે બ્લેક એન્ડ વ્હાઈટ છે. ફોટો જોઈને એટલું તો ખબર પડે છે કે આ ફોટો કોઈ ફિલ્મના શૂટિંગ સમયનો છે. પણ આ તસવીરમાં કાંઈક એવું ખાસ છે જે આપણે કદાચ ક્યારેય ન સમજી શકત તો અમિતાભ બચ્ચને ના કહ્યું હોત.

અમિતાભ બચ્ચને જે તસવીર શેર કરી છે તે 1983માં આવેલી ફિલ્મ પુકારના શૂટિંગ દરમિયાનની છે. આ ફોટોમાં અમિતાભ બચ્ચન સાથે એક બાળકી નજર આવી રહી છે. આ તસવીરમાં કાંઈક એવું છુપાયેલું છે પરંતુ તમે તેને તરત નહીં પકડી શકો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ફોટોમાં જે બાળકી દેખાય છે તે કરીના કપૂર છે.


અમિતાભ બચ્ચને આ ફોટો શેર કરતા એક કેપ્શન પણ લખ્યું છે જેમાં તેમણે પોતે કહ્યું છે કે આ બાળકી કોઈ બીજું નહીં પણ કરીના કપૂર છે. ફોટો શેર કરતા બિગ બીએ લખ્યું કે, અંદાજો લગાવો કા આ કોણ છે? આ કરીના કપૂર છે. આ તે સમયની તસવીર છે જ્યારે ગોવામાં પુકાર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. કરીના પોતાના પિતા રણધીર કપૂર સાથે ફિલ્મના સેટ પર આવી હતી. આ દરમિયાન કરીનાના પગમાં ઈજા થઈ હતી અને તેમનો ઈલાજ થઈ રહ્યો હતો.

kareena kapoor amitabh bachchan bollywood news