બનારસના કલ્ચરમાં ઓતપ્રોત થઈ ગઈ છે આલિયા ભટ્ટ

15 June, 2019 09:11 AM IST  |  બનારસ

બનારસના કલ્ચરમાં ઓતપ્રોત થઈ ગઈ છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

રણબીર કપૂર સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તે બનારસના કલ્ચરમાં ઓતપ્રોત થઈ ગઈ છે. તેઓ હાલમાં બનારસમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને આયાન મુખરજી બનાવી રહ્યો છે. આયાન મુખરજીએ ફિલ્મના કલાકારો સાથે બનારસમાં એક પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કૉન્ફરન્સમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અન્ય ઍક્ટર્સ પણ હાજર હતા. એ દરમ્યાન આલિયા ભટ્ટે કહ્યું હતું કે ‘અમે બનારસની સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ ગયાં છીઅે. હું દરરોજ લસ્સી પીઉં છું. કામ પૂરું થયા બાદ હું ચાટ અને બનારસની થાળીનો આનંદ લઉં છું. અમે અહીં પૂરી રીતે વસી ગયાં છીએ. અમે કાશી વિશ્વનાથ મંદિરમાં ગયાં હતાં. મને આ શહેર ખૂબ પસંદ છે.’

આ પણ વાંચો : સની લીઓની તેની ફિલ્મ માટે શીખી રહી છે ઉત્તર પ્રદેશની ભાષા

રણબીર કપૂરે કહ્યું હતું કે ‘આ ફિલ્મ એક ધાર્મિક સ્ટોરી જેમ કે રામાયણ અને મહાભારતથી પ્રેરિત છે. બનારસ આ ફિલ્મનો એક અગત્યનો ભાગ છે.’

alia bhatt ranbir kapoor Brahmastra bollywood news