સની લીઓની તેની ફિલ્મ માટે શીખી રહી છે ઉત્તર પ્રદેશની ભાષા
સની લીઓની
સની લીઓની તેની આવનારી ફિલ્મ માટે હાલમાં ઉત્તર પ્રદેશની ભાષા શીખી રહી છે. હૉરર-કૉમેડી ‘કોકોકોલા’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ફિલ્મમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય એ માટે સની ઉત્તર પ્રદેશની સ્થાનિક ભાષાની ટ્રેઇનિંગ લઈ રહી છે.
આ પણ વાંચો : World Cupમાં વરસાદ થતા બિગ બીએ કહ્યું, ટૂર્નામેન્ટ અહીં કરાવી દો
ADVERTISEMENT
આ વિશે સની લીઓનીએ કહ્યું હતું કે ‘મારા કામની વાત આવે તો હું હંમેશાં કંઈક નવું શીખવા માટે તૈયાર રહું છું પછી નવી ભાષા પણ શીખવાની કેમ ન હોય. એ મને એક કલાકાર તરીકે વિકસિત થવામાં મદદ કરે છે. કામ દરમ્યાન નવી વસ્તુ શીખવી મજેદાર હોય છે. હું હમણાં સ્થાનિક ભાષા શીખવા માટે સખત મહેનત કરી રહી છું.’