Box Office: રણવીર-આલિયાની ગલી બૉય 100 કરોડ ક્લબમાં સામેલ

23 February, 2019 12:14 PM IST  |  મુંબઈ

Box Office: રણવીર-આલિયાની ગલી બૉય 100 કરોડ ક્લબમાં સામેલ

ગલી બોયની 100 કરોડ ક્લબમાં એન્ટ્રી

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉયએ રિલીઝના આઠમાં દિવસે 100 કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ રણવીર સિંહને મોટી ઉપલબ્ધિ છે, જેની છેલ્લી ફિલ્મ સિંબાએ 200 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતું.

ઝોયા અખ્તરના નિર્દેશનમાં એક રૅપરના જીવન પર બનેલી  રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સ્થાનિક બૉક્સ ઑફિસ પર રિલીઝના આઠમાં દિવસે 5 કરોડ 10 લાખની કમાણી કરી અને એ સાથે જ ફિલ્મ 100 કરોડના લિસ્ટમાં સામેલ થઈ ગઈ. ગલી બૉયને હવે 100 કરોડ 30 લાખ રૂપિયા મળી ગયા છે.

આ પણ વાંચોઃ Gully Boy જોયા બાદ રણવીર સિંહની પ્રશંસા કરી વિલ સ્મિથે

દેશના મેટ્રો સિટિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં આવી રીતે કમાણી કરી છે.

ranveer singh alia bhatt zoya akhtar bollywood news