Box Office: ટોટલ ધમાલે અત્યાર સુધીમાં કરી આટલી કમાણી

27 February, 2019 01:34 PM IST  |  મુંબઈ

Box Office: ટોટલ ધમાલે અત્યાર સુધીમાં કરી આટલી કમાણી

જાણો ધમાલનું બૉક્સ ઑફિસ કલેક્શન

અજય દેવગણ, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સહિતના સિતારાઓની ફિલ્મ ટોટલ ધમાલે બૉક્સ ઑફિસ પર પોતાની રીલિઝના પાંચ દિવસમાં 81 કરોડનું કલેક્શન કર્યું છે. અને 100 કરોડની ક્લબ તરફ એક ડગલું આગળ વધાર્યું છે.

ઈન્દ્રકુમારના નિર્દેશનમાં બનેલી ટોટલ ધમાલે પોતાની રીલિઝના પાંચમાં દિવસે એટલે કે મંગળવારે 8 કરોડ 75 લાખનું કલેક્શન કર્યું છે. વર્કિંગ ડેય્ઝમાં આ કલેક્શન ઘટાડા તરફ છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે પહેલું અઠવાડિયું પૂર્ણ કરવા પર ફિલ્મ 90 કરોડ અને બીજા વિકેન્ડમાં 100 કરોડનો આંકડો પાર કરી લેશે. ટોટલ ધમાલનું કુલ કલેક્શન હવે 81 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ 16 કરોડ 50 લાખ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું.

ટોટલ ધમાલ 2019ની ઓપનિંગ વીકેંડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ગલી બૉય બાજ બીજા સ્થાન પર છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરી પણ છે, જે પહેલા ભાગમાં પણ હતા. અને સાથે જૉની લીવર, સંજય મિશ્રા, બમન ઈરાની અને પિતોબાશ પણ છે. આ ફિલ્મમાં 50 કરોડ રૂપિયા માટે તમામ ભાગદોડ છે.

મોટા પડદા પર પોતાના અભિનયથી દિલ જીતનારી જોડી માધુરી અને અનિલ કપૂર પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મમાં અનેક જાનવરો પણ છે અને તેને ભારતના રિયલ લોકેશન્સ પર શૂટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ટોટલ ધમાલ ફિલ્મે પહેલા વીકેન્ડમાં કરી જબરદસ્ત કમાણી

ધમાલ ફિલ્મ વર્ષ 2007માં બની હતી, જે બાદ તેવી સિક્વલ ડબલ ધમાલ પણ બની હતી. આ વખતે ધમાલને ટોટલ કરવા માટે 90 થી 100 કરોડનો ખર્ચો થયો છે. ફિલ્મને દેશમાં 3700 અને ઓવરસીઝમાં 786 સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી છે.

double dhamaal ajay devgn madhuri dixit anil kapoor bollywood news