Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ધમાલ ફિલ્મે પહેલા વીકેન્ડમાં કરી જબરદસ્ત કમાણી

ટોટલ ધમાલ ફિલ્મે પહેલા વીકેન્ડમાં કરી જબરદસ્ત કમાણી

25 February, 2019 12:39 PM IST |

ટોટલ ધમાલ ફિલ્મે પહેલા વીકેન્ડમાં કરી જબરદસ્ત કમાણી

ટોટલ ધમાલ

ટોટલ ધમાલ


જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા તે કોમેડી ફિલ્મ ટોટલ ધમાલએ વીકેન્ડમાં કમાણીના મામલામાં ઘણી ધમાલ કરી દીધી છે. જોકે ફિલ્મના રીવ્યુ સારા આવ્યા ન હતા. તેમ છતાં દર્શકોએ આ કોમેડી ફિલ્મને ઘણી પસંદ કરી છે. બોક્સ ઓફિસના ડેટા પ્રમાણે પહેલા વિકેન્ડમાં ટોટલ ધમાલે કુલ 62 કરોડનું કલેક્શન કર્યું છે.

આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારો અજય દેવગણ, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સહિત ઘણા સ્ટાર્સ ધરાવતી ફિલ્મ ટોટલ ધમાલે બૉક્સ ઑફિસ પર રિલીઝ પહેલા વીકેન્ડમાં 62 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન કરીને ધમાલ મચાવી દીધી છે.



રવિવારે ફિલ્મે 25.50 કરોડનું કલેક્શન કર્યું


આ શુક્રવારે એટલે 22 ફેબ્રુઆરીએ ઈન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી ટોટલ ધમાલ રિલીઝ થઈ. ફિલ્મને પોતાની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 25 કરોડ 50 લાખ રૂપિયાનું શાનદાર કલેક્શન મળ્યું છે. ફિલ્મે શનિવારે 20 કરોડ 40 લાખ રૂપિયાના કલેક્શનના મુકાબલે લગભગ 25 ટકાનો ઉછાળો કર્યો છે. ટોટલ ધમાલનુ કુલ કલેક્શન હવે 62 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મે 16 કરોડ 50 લાખ રૂપિયાથી ઓપનિંગ લીધી હતી. માઉથ પબ્લિસિટી દ્વારા ફિલ્મને આ મોટો ફાયદો થયો છે.

.


આ પણ વાંચો : મારી સફળતા અને સ્ટ્રગલ મારી પોતાની છે : કરીના

ટોટલ ધમાલને વાઈલ્ડ એડવેન્ચર કૉમેડીનું નામ આપવામાં આવ્યું છે, કારણ કે ફિલ્મમાં કેટલાક સારા જાનવર છે જેણે ભારતથી બહાર જઈને રિયલ લોકેશન્સ પર શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં અજય દેવગનની જે ભૂમિકા છે એ પહેલાના ભાગમાં સંજય દત્તની રહી છે. વર્ષ 2007માં ધમાલ બની હતી અને બાદ એની સિક્વલ ડબલ ધમાલ પણ બનાવવામાં આવી હતી. હાલમાં ધમાલને ટોટલ કરવામાં લગભગ 90થી 100 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. ફિલ્મને દેશમાં 3700 અને ઓવરસીઝમાં 786 સ્ક્રિન્સમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ બે કલાક 20 મિનિટની છે. 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2019 12:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK