15 April, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલની ફાઇલ તસવીર
સની દેઓલ અને વરુણ ધવનને લીડ રોલમાં ચમકાવતી ‘બૉર્ડર 2’એ વિશ્વભરમાં આશરે ૪૫૦ કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મની સફળતાને પગલે પ્રોડ્યુસર નિધિ દત્તાએ હવે સની દેઓલને ખાસ રોલમાં લઈને ‘બૉર્ડર 3’ બનાવવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં પણ અગાઉની ફિલ્મોની જેમ સનીનો રોલ દેશભક્તિના રંગે રંગાયેલો હશે.
રિપોર્ટ પ્રમાણે ‘બૉર્ડર 3’નું નિર્માણ બહુ મોટા પાયે કરવામાં આવશે અને એના કેન્દ્રમાં ભારતીય વાયુસેનાના જાંબાઝો હશે. આ નવા પ્રોજેક્ટની વાર્તા અને લેખનમાં નિધિ દત્તા પોતે પણ જોડાયેલી છે. ફિલ્મનું શૂટિંગ દેશના વિવિધ વિસ્તારોમાં થશે. મળતી માહિતી પ્રમાણે ‘બૉર્ડર 3’ના સત્તાવાર કાસ્ટિંગની જાહેરાત આગામી કેટલાક મહિનાઓમાં કરવામાં આવશે.