સૌથી વધારે કમાણી કરનારી વૉર-ફિલ્મ બની ગઈ છે બૉર્ડર 2

02 February, 2026 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડવાઇડ લેવલે ફિલ્મનું કુલ કલેક્શન લગભગ ૩૫૦ કરોડ રૂપિયા કરતાં આગળ વધી ગયું છે

ફિલ્મનું પોસ્ટર

‘બૉર્ડર 2’ રિલીઝ થતાં જ દર્શકોની ફેવરિટ બની ગઈ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં અનેક રેકૉર્ડ પોતાના નામે કરી લીધા છે. આ ફિલ્મે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૨૭૭.૬૭ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી છે. આ સાથે જ વર્લ્ડવાઇડ લેવલે ફિલ્મનું કુલ કલેક્શન લગભગ ૩૫૦ કરોડ રૂપિયા કરતાં આગળ વધી ગયું છે.

આ પહેલાં ૨૦૧૯માં રિલીઝ થયેલી વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ વર્લ્ડવાઇડ ૩૪૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ પણ ક્રૉસ બૉર્ડર ફાઇટિંગ પર આધારિત હતી. ત્યાર બાદ ૨૦૨૪માં રિલીઝ થયેલી હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઇટર’એ વૈશ્વિક સ્તરે ૩૪૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં ‘બૉર્ડર ૨’ આ તમામ ફિલ્મ્સને પાછળ મૂકીને આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં એની કમાણી હજી વધુ વધવાની શક્યતા છે.

border box office sunny deol varun dhawan ahan shetty diljit dosanjh entertainment news bollywood bollywood news