ઇટ્સ માય લાઇફ

05 November, 2020 11:57 PM IST  |  Ahmedabad | Nirali Dave

ઇટ્સ માય લાઇફ

બોની કપૂર (ફાઇલ ફોટો)

૨૦૦૬માં એક તેલુગુ ફિલ્મ આવી હતી ‘બોમ્મરિલુ’, જેમાં જેનિલિયા ડિસોઝા અને સિદ્ધાર્થ સૂર્યનારાયણ લીડ રોલમાં હતાં. આ હિટ ફિલ્મની હિન્દી રિમેક ‘ઇટ્સ માય લાઇફ’ બોની કપૂરે બનાવી હતી અને એ પણ દસ વર્ષ પહેલાં! ‘ઇટ્સ માય લાઇફ’માં જેનિલિયા ડિસોઝા અને હર્મન બાવેજા લીડ રોલમાં છે. ફિલ્મ તો વહેલી બની ચૂકી છે પણ કોઈ ને કોઈ કારણોસર એ હજી સુધી રિલીઝ થઈ શકી નથી અને હવે આ ૨૯ નવેમ્બરે એનું ટેલિવિઝન પ્રીમિયર થવાનું છે. થિયેટર ભલે ખૂલ્યાં હોય પણ મુખ્યત્વે ઘેરબેઠાં મનોરંજનનો માહોલ છે એટલે મેકર્સે એનો લાભ ઉઠાવીને આ વર્ષોથી અટકી પડેલી ફિલ્મને આખરે ઝી સિનેમા પર રિલીઝ કરવાનું વિચાર્યું છે.
બોની કપૂર અને સંજય કપૂર નિર્મિત આ ફિલ્મને અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી છે. ‘ઇટ્સ માય લાઇફ’માં પિતા અને પુત્રના સંબંધની વાત છે. પિતાનો રોલ નાના પાટેકરે કર્યો હતો. જેનિલિયા અને હર્મન ઉપરાંત કૉમેડી કિંગ કપિલ શર્માએ પણ આ ફિલ્મમાં કામ કર્યું છે. આજે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે.

boney kapoor bollywood bollywood news bollywood gossips ahmedabad