જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરના સંબંધોને લઈને બોની કપૂરનો ખુલાસો

29 July, 2019 09:28 AM IST  |  મુંબઈ

જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરના સંબંધોને લઈને બોની કપૂરનો ખુલાસો

જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરના સંબંધોને લઈને બોની કપૂરનો ખુલાસો

બોલીવુડ અભિનેત્રી  જાહ્નવી કપૂરના પિતાએ તેના અને ઈશાન ખટ્ટરના સંબંધો પર મૌન તોડ્યું છે. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, હા જાહ્નવી અને ઈશાને ધડકમાં સાથે કામ કર્યું હતું ત્યારથી બની સારા મિત્રો છે. હું મારી દીકરીની ઈજ્જત કરું છું અને ઈશાન સાથેની તેની દોસ્તીની.

બોનીને જ્યારે એવું પુછવામાં આવ્યું કે જાહ્નવી કપૂર અને ઈશાન આજકાલ એક સાથે ઘણો સમય પસાર કરે છે. એ પણ સાંભળવામાં આવ્યું છે કે ઈશાન જાહ્નવીને મળવા ઘરે આવતા રહે છે. ત્યારે બોની કપૂરે કહ્યું કે આ વાત બકવાસ છે. ધડક રિલીઝ થયા બાદ ઈશાન ક્યારેય ઘરે નથી આવ્યો. બંને વચ્ચે માત્ર દોસ્તી જ છે. બીજું કાંઈ નથી.

આ પણ જુઓઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર અને  ઈશાન ખટ્ટરે ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મની રિલીઝ બાદ જ તેમને કેમેસ્ટ્રીને લઈને ઘણી ચર્ચામાં રહે છે. બંનેને અનેક વાર મસ્તી કરતો પણ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યા છે કે જાહ્નવીના ઘરે જાય છે અને તેમના ઘરનાના તેનાથી કોઈ સમસ્યા નથી.

janhvi kapoor ishaan khattar