હૅન્ડ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટના ફેરવેલમાં વર્ચ્યુઅલી હાજરી આપી બમને

09 October, 2020 06:57 PM IST  |  Mumbai | Harsh Desai

હૅન્ડ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટના ફેરવેલમાં વર્ચ્યુઅલી હાજરી આપી બમને

પેશન્ટના ફેરવેલમાં વર્ચ્યુઅલી હાજરી

બમન ઈરાનીએ હાલમાં એક પેશન્ટની ફેરવલેમાં વર્ય્યુઅલી હાજરી આપી હતી. મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં હાલમાં ૨૪ વર્ષની મોનિકા મોરેની હૅન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. આ સફળ સર્જરી પાછળ ડૉક્ટર નીલેશ સતમાઈનો ખૂબ મોટો ફાળો છે. ૬ વર્ષ પહેલાં મોનિકાના અક ટ્રેન-ઍક્સિડન્ટમાં બન્ને હાથ જતા રહ્યા હતા. ચેન્નઈથી ઑર્ગન ડોનેટ મળતાં એ મુંબઈમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ગ્લોબલ હૉસ્પિટલમાં બે કલાકમાં એની સર્જરી કરવામાં આવી હતી. સર્જરીના ૨૧ દિવસ પછી મોનિકાને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ માટે મૅનેજમેન્ટ દ્વારા બમન ઈરાનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બમન ઈરાનીને હૉસ્પિટલના મૅનેજમેન્ટ સાથે સારું બને છે એથી જ તેમણે એ માટે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. બમન ઈરાનીને જ્યારે ફેરવેલ માટે ફોન કરવામાં આવ્યો ત્યારે તેઓ તેમના સ્પિરલ બૉન્ડ સેશનમાં વ્યસ્ત હતા. બમન ઈરાની ઘણી વાર પેશન્ટના ડિસ્ચાર્જ વખતે હાજર રહે છે અને આ વખતે તેમણે તેમના સ્પિરલ બૉન્ડના સ્ટુડન્ટ્સને ફેરવેલમાં વર્ચ્યુઅલી ભાગ લેવા માટે મૅનેજમેન્ટને વિનંતી કરી હતી. ડૉ. અનુપ લૉરેન્સ દ્વારા મોનિકાને આ સરપ્રાઇઝ આપવામાં આવી હતી. બમન ઈરાની અને ડૉક્ટર્સની સાથે અંદાજે ૧૦૩ વિદ્યાર્થીઓ દ્વારા મોનિકાને સૅન્ડ-ઑફ કરવામાં આવી હતી. એ દરમ્યાન બમન ઈરાનીએ મોનિકાને કહ્યું હતું કે ‘તને ઘણો બધો પ્રેમ અને શુભકામના આપું છું. દરેક વ્યક્તિ તારા માટે ખૂબ ખુશ અને ભાવુક છે. આ લૉકડાઉન દરમ્યાન આ ખૂબ સારા અને ખુશીના સમાચાર છે. મોનિકા તને ઘણો બધો પ્રેમ અને જીવનમાં તું આગળ વધે એવી શુભેચ્છા આપું છું. અમે તો તને ફક્ત શુભેચ્છા જ આપી શકીએ છીએ, પરંતુ તને સ્વસ્થ જોઈને ખૂબ ખુશી થઈ રહી છે.’

તેમને જવાબ આપતાં મોનિકાએ કહ્યું હતું, ‘હું તમારી ખૂબ જ મોટી ફૅન છું. મેં તમારી બધી ફિલ્મો જોઈ છે જેમાંથી ‘થ્રી ઇડિયટ્સ’ મારી ફેવરિટ છે. ડૉ અનૂપ લૉરેન્સે મને કહ્યું કે તારા માટે સરપ્રાઇઝ છે, પરંતુ આવી હશે એવી મને આશા નહોતી.’

entertainment news bollywood bollywood news boman irani harsh desai