#LockDownMeinLockUp: બોલીવુડ સ્ટાર્સ શા માટે બદલી રહ્યાં છે પોતાનું નામ

12 May, 2020 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

#LockDownMeinLockUp: બોલીવુડ સ્ટાર્સ શા માટે બદલી રહ્યાં છે પોતાનું નામ

સેલેબ્ઝે પોસ્ટ કરેલા ફોટો

લૉકડાઉન દરમ્યાન ઘરેલુ હિંસાના વધી રહેલા બનાવો સામે અવાજ ઉઠાવવા અને તેના પિડિતોને ટેકો આપવા માટે બોલીવુડ સેલેબ્ઝે તાજેતરમાં સોશ્યલ મિડિયા પર #LockDownMeinLockUp ઝુંબેશ શરૂ કરી છે. મૌની રૉય, શિલ્પા શેટ્ટી, મલ્લાઈકા અરોરા, કરિશ્મા કપુર, દિયા મિર્ઝા, બિપાશા બાસુ, એકતા કપુર, અભિષેક બચ્ચન સહિતના સેલેબ્ઝે આ ઝુંબેશમાં જોડાયા છે અને તેમના ફેન્સને પણ તેમા જોડાવવાનું કહ્યું છે.

#LockDownMeinLockUp ઝુંબેશ અંતર્ગત બોલીવુડ સેલેબ્ઝ ઘરેલુ હિંસાનો શિકાર બનેલી મહિલાઓનો અવાજ બનીને તેમની મદદ કરવાની અપીલ કરી રહ્યાં છે. સેલેબ્ઝ બિન સહકારી સંસ્થા 'સ્નેહા' માટે ભંડોળ ભેગું કરી રહ્યાં છે. 'સ્નેહા' છેલ્લા 20 વર્ષથી ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે કાર્ય કરે છે. ઝુંબેશ અંતર્ગત સેલેબ્ઝ એક મહિલાનું નામ સિલેક્ટ કરે છે અને પોતાના બ્લેક એન્ડ વાઈટ ફોટો સાથે આ નામ પોસ્ટ કરે છે. સાથે જ ઘરેલૂ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના ઉત્થાન માટે ભંડોળ ભેગું કરવાની અપીલ પણ કરી છે.

મોટે ભાગે બોલીવુડની અભિનેત્રીઓ આ ઝુંબેશનો ભાગ બની છે. શિલ્પા શેટ્ટી સીમા નામની મહિલાનો અવાજ બની હતી.

અભિનેત્રી કરિશ્મા કપૂર અંકિતાનો અવાજ બની હતી.

મલાઈકા અરોરાએ રૂક્સાર બનીને લોકોને અપીલ કરી હતી.

બિપાશા બાસુ પણ અંકિતાનો અવાજ બની હતી.

દિયા મિર્ઝાએ જયશ્રી બનીને લોકોને અપીલ કરી હતી.

એકતા કપૂરે સુનિતા તરફથી અવાજ કર્યો હતો.

મોની રૉય રૂક્સારનો અવાજ બની હતી.

અભિનેતાઓમાં અભિષેક બચ્ચન પણ આ ઝુંબેશમાં જોડાયો હતો અને તેણે આગળ કરન જોહરને નોમિનેટ પણ કર્યો હતો.

સેલેબ્ઝની સાથે સાથે સામાન્ય માણસો પણ #LockDownMeinLockUp ઝુંબેશને સમર્થન આપતા ફોટો સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.

entertainment news bollywood bollywood news bollywood gossips mouni roy shilpa shetty malaika arora karishma kapoor dia mirza bipasha basu ekta kapoor abhishek bachchan