લોકો કેમ ડિમાન્ડ કરે છે કે અમિતાભ બચ્ચનનું વૉટ્સએપ્પ ડિલીટ કરાય?

27 April, 2020 09:33 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લોકો કેમ ડિમાન્ડ કરે છે કે અમિતાભ બચ્ચનનું વૉટ્સએપ્પ ડિલીટ કરાય?

અમિતાભ બચ્ચને રવિવારે એક કવિતા પોસ્ટ કરી જે કોરોના વોરિયર્સને સમર્પિત છે.

સોશ્યલ મીડિયા પર ચાલનારા ટ્રેન્ડ્ઝનો કોઇ ભરોસો નથી. આજે સવારથી ચાલી રહ્યું હતું  # uninstallwhatsapp. ખોટા સમાચાર ફેલાતા અટકે એ માટે જ આ બધી માથાકૂટ શરૂ થઇ. પાછળનું કારણ બનાવટી સમાચારોના ફેલાવા પર પ્રતિબંધ મૂકવાનો છે. હકીકતમાં, એક ટ્વિટર યુઝરે એક એવી online અરજી પર સહી કરી છે જેમાં અમિતાભ બચ્ચન અને આનંદ મહિન્દ્રાને તેમના મોબાઇલ ફોન્સમાંથી વોટ્સએપ ડિલીટ કરવા જણાવ્યું છે.આ પિટીશન અનુસાર 'એક મેગાસ્ટાર અને પ્રખ્યાત ઉદ્યોગપતિ વોટ્સએપ્પનો ઉપયોગ કરી ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે અને આ બંન્ને મહાનુભાવોનું માન જળવાય તે માટે તેમના નંબર પર વૉટ્સએપ્પ ડિલીટ કરવું જોઇએ તેવી અપીલ કરાઇ. ઘણા લોકોએ આ અરજી પર સહી કરી અને આ હેશટેગ સાથે 3,500 થી વધુ ટ્વિટ્સ આવ્યાં. ખરેખર, અમિતાભને કોરોના વાયરસ કેસમાં બે વાર ટ્રોલ કરવામાં આવ્યા છે. એકવાર ટ્વિટમાં, તેમણે કહ્યું હતું કે જનતા કર્ફ્યુમાં વાસણો અથવા તાળીઓ વગાડીને કોરોના વાયરસ દૂર થાય છે. આ પછી અમિતાભને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા.

યુઝર્સે તેમના પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. એ અજીબ ટ્વિટમાં તેમણે કહ્યું કે મનુષ્યનાં મળ મૂત્ર પર  ઘણા અઠવાડિયા સુધી કોરોના જીવી શકે છે અને તેને માખીઓ દ્વારા ફેલાવી શકાય છે. તેના વીડિયોનો સાર એ હતો કે લોકોએ દરવાજા બંધ કરીને શૌચ કરવો જોઈએ અને આવા સમયે ભૂલથી ખુલ્લામાં શૌચ માટે બહાર ન જવું જોઈએ નહીં તો કોરોના વાયરસ ફેલાઇ શકે છે.

આ બધું ટ્રોલિંગ તો ઠીક છે પણ અમિતાભ બચ્ચને રવિવારે એક કવિતા પોસ્ટ કરી જે કોરોના વોરિયર્સને સમર્પિત છે. તેમણે ચાહકોને વિનંતી કરી કે આપણે માનવતાથી હાથ ધોઇ ન નાખવા જોઇએ. આપણે માનવ બનવું જોઈએ. અમિતાભ બચ્ચનની આ કવિતાને ખૂબ પસંદ આવી રહી છે.

amitabh bachchan twitter bollywood news entertainment news